• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Guard Near The Commissioner's Office, A Scuffle Between The Applicant, The Officer Did Not Give Information, The Guard Did Not Allow The Commissioner To Meet The Applicant Lost His Temper.

વિવાદ:કમિશ્નર કચેરી પાસે જ ગાર્ડ, અરજદાર વચ્ચે બથ્થં બથ્થા, અધિકારીએ માહિતી ન આપી, ગાર્ડે કમિશ્નરને મળવા ન દેતા અરજદારે પિત્તો ગૂમાવ્યો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચેરીમાં ફિલ્મી સ્ટાઇલ દ્રશ્યોથી હલચલ મચી ગઇ

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરની કચેરી પાસે જ અરજદાર અને કમિશ્નરના ગાર્ડ વચ્ચે બથમબથી થઇ હતી. આ ફિલ્મી સ્ટાઇલ દ્રશ્યોથી કચેરીના કર્મચારીઓમાં હલચલ મચી ગઇ હતી. દિપક રાયચુરા નામના અરજદાર મનપાની વોટર વર્કસ શાખામાં ભૂતિયા નળ કનેકશન સહિતની માહિતી માટે ગયા હતા. જ્યાં અરજદાર અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

બાદમાં અધિકારી કમિશ્નર પાસે ગયા હતા. ત્યારે અરજદારે પણ કમિશ્નર પાસે જવાની જીદ પકડી હતી. ત્યારે ફરજ પરના કમિશ્નરના ગાર્ડે અરજદારને રોકવાની કોશિષ કરતા અરજદારે પિત્તો ગૂમાવ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે બથમબથી સાથે બબાલ થઇ હતી. ત્યારે ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો સર્જાતા કચેરીમાં હલચલ મચી જવા પામી હતી. દરમિયાન કોઇએ આ સમગ્ર ઘટનાને મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

આ મામલે રિપોર્ટ કર્યો છે
દિપકભાઇ રાયચુરા નામના અરજદારે કેટલીક વિગતો માંગી હતી. આ વિગતો પોસ્ટથી મોકલવાની હોય છે. ત્યારે અરજદારે પોસ્ટના બદલે રૂબરૂ વિગતો આપવા મામલે જીદ પકડી ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારે આ મામલે રિપોર્ટ કર્યો છે. -અલ્પેશ ચાવડા, વોટર વર્કસ અધિકારી.

અન્ય સમાચારો પણ છે...