તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોને મુશ્કેલી:પ્રથમ લોકડાઉનથી સ્પોર્ટસ સંકુલનું મેદાન બંધ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં મેદાન પરીક્ષાની તૈયારી માટે યુવાનોને અનુકૂળ હતું

જૂનાગઢના ઝફર મેદાનમાં આવેલા સ્પોર્ટસ સંકુલનું મેદાન 2020 ના લોકડાઉનથી બંધ છે. તેમાં પ્રવેશ આપવા માંગ ઉઠી છે. જૂનાગઢમાં લોકડાઉન દરમ્યાન જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થિતી રાબેતા મુજબ થતાં લોકો માટે ખુલ્લા મૂકાયા છે. તેવીજ રીતે જૂનાગઢના ઝફર મેદાનમાં આવેલા સ્પોર્ટસ સંકુલનું મેદાન 2020 ના લોકડાઉનથી બંધ છે. અહીં પહેલાં યુવાનો પ્રેક્ટિસ માટે મેદાનનો ઉપયોગ કરતા હતા. પરંતુ હાલ મેદાન બંધ હોવાના કારણે યુવાનોને મુશ્કેલી પડી રહી છે. જોકે, 2 લોકડાઉન પૂર્ણ થયા છે.

છત્તાં પણ અહીં પ્રવેશ આપવામાં આવતો નથી. મેદાન વિવિધ પ્રકારની ભરતી માટેની શારિરીક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ મેદાન અનુકૂળ હતું. જોકે, સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું હોવા છત્તાં તેનો ઉપયોગ હજુ શરૂ થયો ન હોવાની ફરિયાદો ઉઠી છે.સવારના કસરત માટે મોતીબાગ સહિતના જાહેર સ્થળો પણ શરૂ થઇ ગયા છે. ત્યારે સ્પોર્ટ સંકૂલનું મેદાનમાં પ્રવેશની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...