રજૂઆત:સરકાર ચીનના તમામ સામાનનો બહિષ્કાર કરે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત તિબેટ સંઘ દ્વારા પ્રધાનમંત્રીને કરાઇ રજૂઆત

ભારત તિબેટ સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા દેશના વડાપ્રધાનને સંબોધીને એક આવેદન જિલ્લા કલેકટરને અપાયું છે. આવેદનમાં ભાવેશ જોષી, ડો. મૃણાલીનીબેન ઠાકર, સીમાબેન પુરોહિત, દેવ પુરોહિત અને ચિરાગ શેટ્ટેએ જણાવાયું છે કે, 20 ઓકટોબર 1962માં ચિને આક્રમણ કરી ભારતની જમીન પચાવી પાડી હતી. ત્યારથી દેશભરમાં 20 ઓકટોબરને કાળો દિવસ તરીકે મનાવાય છે.

ત્યારે અમારી સરકાર સમક્ષ માંગ છે કે, ચીને 1962માં પચાવી પાડેલી જમીન ભારત સરકાર મુક્ત કરાવે, અક્સાઇ ચિનને પણ મુક્ત કરાવે, કૈલાસ માન સરોવરને મુક્ત કરાવે, તિબેટની સરકારને માન્યતા આપવામાં આવે અને સરકાર ચીનના તમામ સામાનનો બહિષ્કાર કરી આયાત બંધ કરે.

અન્ય સમાચારો પણ છે...