તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:સોરઠમાં ટુરિઝમ અને ફિશરીઝ માટે સરકારે 75 કરોડથી વધુ રૂપિયા આપ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંત્રી જવાહર ચાવડાએ સોરઠ માટેની બજેટ જોગવાઇ પર પ્રકાશ પાડ્યો

ગુજરાત સરકારના બજેટમાં આ વખતે સિંહને ટુરિઝમ માટે મહત્વનું પરિબળ ગણીને તેને લગતી સુવિધાઓ માટે જોગવાઇ કરાઇ છે. આ અંગે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સાસણમાં પ્રવાસીઓની સુવિધા માટે 35.40 કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં સિંહ સદન, નેચર પાર્ક, અર્બોરેટમ ખાતે વિવિધ પ્રવાસી સુવિધા, બ્યુટીફિકેશન, દેવળિયા સફારી પાર્ક અને સનસેટ પોઇન્ટનો વિકાસ કરાશે. પ્રવાસીઓ માટે રૂ. 3.40 કરોડના ખર્ચે 10 એસી બસ પણ મૂકાઇ છે.

એજ રીતે અમરેલી જિલ્લામાં આવતા આંબરડી સફારી પાર્ક ખાતે ટિકીટ બુકીંગ વિન્ડો, માહિતી કેન્દ્ર સહિતની પ્રવાસી સુવિધા માટે 26.77 કરોડની જોગવાઇ કરાઇ છે. ગિરનાર રોપ-વેનો ઉલ્લેખ બજેટમાં કરાયો છે. જોકે, તેનો ખર્ચ કંપનીએ કર્યો છે. પણ તેનાથી સરકારને થનાર રોયલ્ટીની આવકનો પણ સમાવેશ કરાયો છે. જૂનાગઢ શહેરમાં ઉપરકોટ ખાતે રીનોવેશન, કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનની કામગિરી રૂ. 45.91 કરોડના ખર્ચે કરાશે. જેમાં 15 કરોડનો ખર્ચ અત્યાર સુધીમાં થઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો