• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Government Has Started Registration To Sell Groundnuts At Support Price But The Operation Has Been Delayed Due To Several Reasons: Registration Of Only 7 Farmers In Junagadh City

કામગીરી:ટેકાના ભાવે મગફળી વેંચવા માટે સરકાર દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરાવ્યું છે પરંતુ અનેક કારણોસર કામગીરીમાં વિલંબ થયો છે: જૂનાગઢ સિટીમાં માત્ર 7 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 10 સ્થળો પર રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં કુલ 27,467 ખેડૂતોનું થયું રજીસ્ટ્રેશન

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે જેમાં અત્યાર સુધીમાં કુલ 27,467 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, આમાં સૌથી ઓછું રજીસ્ટ્રેશન જૂનાગઢ સિટીમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ સિટીમાં માત્ર 7 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંગે ડિસ્ટ્રીક સપ્લાય મામલતદાર અમર મકવાણાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને પોતાની મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ માટે રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાઇ રહી છે. 1 ઓકટોબરથી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને 31 ઓકટોબર સુધી રજીસ્ટ્રેશન કરાશે. જોકે, અનેક કારણોસર રજીસ્ટ્રેશનમાં વિલંબ થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તલાટી મંત્રીઓની હડતાળના કારણે રજીસ્ટ્રેશન કામગીરી થઇ શકી ન હતી. જોકે, હવે 2 દિવસથી હડતાળ સમાપ્ત થતા રજીસ્ટ્રેશનની કામગીરી વેગવંતી બની છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે કુલ 10 સ્થળો પર રજીસ્ટ્રેશન કરાઇ રહ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 27,467 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, આમાં સૈાથી ઓછું રજીસ્ટ્રેશન જૂનાગઢ સિટીમાં હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ સિટીમાં માત્ર 7 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, હજુ 31 ઓકટોબર સુધી રજીસ્ટ્રેશન થનાર હોય છેલ્લી ઘડીએ રજીસ્ટ્રેશન કરનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે.

કયાં કેટલું રજીસ્ટ્રેશન થયું ?
કેશોદમાં 3,544, જૂનાગઢ (તાલુકા)1,070, જૂનાગઢ સિટી 7, ભેંસાણ 4,455, મેંદરડા 2,228, માંગરોળ 2,447, માણાવદર 2,800, માળીયા હાટીના 3,957, વંથલી 2,632 અને વિસાવદર 4,327.આમ, કુલ 10 સ્થળોમાં મળીને 27,467 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

હજુ ખેડૂતો ખેતીના કામમાં છે, સમય વધારો
આ વખતે હજુ સુધી વરસાદ પડતા ખેડૂતો હજુ પણ ખેતીના કામમાં જોડાયા છે. વરસાદની મોસમ ચાલુ હોય અનેક ખેડૂતોએ હજુ વરસાદમાં ગુંચવાયા છે. ત્યારે આ કારણોસર પણ રજીસ્ટ્રેશન ઓછું થઇ રહ્યું છે. ત્યારે હવે સરકારે રજીસ્ટ્રેશન માટેનો સમય 31 ઓકટોબરથી વધારવો જોઇએ જેથી અનેક ખેડૂતો બાકી ન રહી જાય.-અતુલ શેખડા, ખેડૂત હિત રક્ષક સમિતી.

અન્ય સમાચારો પણ છે...