ઉઘાડી લુંટ:સરકારે રૂા. 20 નક્કી કર્યા,એજન્સી 30 થી લઇને 60 રૂપિયા વસુલે છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં પણ ઉઘાડી લુંટ

જૂનાગઢમાં હાલ અનેક સ્થળોએ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે, પરંતુ આ કાર્ડ કઢાવવામાં એજન્સી દ્વારા ઉઘાડી લુંટ ચલાવાતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે, ગાંધીનગર સ્થિત આરોગ્ય અને તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામકે 9 જૂલાઇ 2021ના પરિપત્ર કર્યો છે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે, લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય અને માં- વાત્સલ્ય યોજના ઇન્સ્યોરન્સ કંપની થકી 5,00,000નો વિમો લાભાર્થીના કુટુંબ દિઠ આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ માટે એજન્સીને કામગીરી સોંપાઇ છે. પેપરબેસ કાર્ડ મફત આપવાનું છે અને પીવીસી કાર્ડનો ખર્ચ રૂપિયા 20 એજન્સીને ચૂકવવાનો છે. તેમ છત્તાં ખલીલપુર, જોષીપરા સહિતના અનેક સ્થળે પીવીસી કાર્ડના 30થી લઇને રૂપિયા 60 વસુલવામાં આવે છે. ત્યારે સરકારના પરિપત્રનો પણ ઉલાળીયો કરી એજન્સી 150થી 300 ટકાનો ભાવ વધારો કરી લાભાર્થીઓ પાસે ઉઘાડી લુંટ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...