આક્ષેપ:પેટ્રોલ, ડિઝલ,ગેસમાં ભાવ વધારી સરકારે આવક ડબલ કરી લીધી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાતરનો ભાવ વધારો પરત ખેંચવાની શહેર કોંગ્રેસ સમિતીએ માંગ કરી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટુભાઇ પોંકીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી. પરંતુ પેટ્રોલ, ડિઝલ,રાંધણગેસ, ખાતર વગેરેમાં તોતીંગ ભાવ વધારો કરી સરકારે પોતાની આવક ડબલ કરી લીધી છે.

પાછોતરા વરસાદના કારણે ડુંગળી, કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતી સારી રહી નથી. સરકારે સર્વે કરી નુકસાની વળતર પણ આપ્યું નથી. પરિણામે શિયાળુ વાવેતર પણ થઇ શકે તેમ નથી. આવી સ્થિતીમાં ડાઝયા પર ડામ કે પડ્યા પર પાટુની જેમ ખાતરના ભાવમાં વધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...