ભ્રષ્ટાચાર:ખેડૂતોનો માલ સગેવગે કરી ઘૂળ, ઢેફાં ભરી દીધા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહકારી મંડળીએ મગફળી ખરીદીમાં કર્યો ભ્રષ્ટાચાર
  • ગુજકો માસોલ ડાયરેક્ટ ખરીદી કરે: ભારતિય કિસાન સંઘ

સહકારી મંડળીઓએ મગફળી ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય ગુજકો માસોલ ડાયરેક્ટ ખરીદી કરે તેવી માંગ ઉઠી છે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો સરકારનો આદેશ હતો છત્તાં તેને ઘોળીને પી ગયા હોય જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર શરૂ થયું ન હતું. ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુજકો માસોલે કરવાની પરંતુ તે સહકારી મંડળીઓ દ્વારા ખરીદી કરાવવા માંગે છે.

જ્યારે હકિકત એ છે કે, મંડળીઓ દ્વારા ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો છે. ખેડૂતોની મગફળી સગેવગે કરી તેમાં ધૂળ અને ઢેફાં ભરી દીધા છે. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સહકારી સંસ્થાઓ ન કરે અને ડાયરેક્ટ ગુજકોમાસોલ કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...