ઉઠાંતરી:વેપારીનું ટેબલ લઇ ડિસ્પ્લેમાંથી સાડી ઉતારી યુવતી બિન્દાસ્ત જતી રહી !!

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકથી ધમધમતા માંગનાથ રોડ પર દિનદહાડે સરાજાહેર ચોરી-ઉઠાંતરી
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ

શહેરના માંગનાથ રોડ પર એક યુવતિ વેપારીનું ટેબલ લઇ ડિસ્પ્લેમાંંથી સાડી લઇને બિન્દાસ્ત જતી રહી છે. દિન દહાડે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે એ ડિવીઝનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. આ અંગે જૂનાગઢ ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, માંગનાથ રોડ પરની એક દુકાનના ડિસ્પ્લેમાં સાડી લગાવી હતી. દરમિયાન દિનદહાડે ભરચક્ક ટ્રાફિકમાં એક યુવતિ આવે છે અને દુકાનની પાસે રાખેલા ડિસ્પ્લેમાં સાડી જુએ છે.

બાદમાં કોઇપણ જાતની હિચકિચાહટ વિના વેપારીનું ટેબલ લઇ તેની ઉપર ચડીને સાડી ઉતારી લે છે.!બાદમાં બિન્દાસ્ત ચાલી જાય છે. ત્યારે ધોળા દિવસે અને ભરચક્ક ટ્રાફિકની વચ્ચે આ યુવતિએ દાખવેલી હિંમત અને કરેલી હાથચાલાકીથી લોકો પણ અચંબિત થઇ ગયા છે. સાથે એ પણ ચર્ચા થઇ રહી છે કે દિનદહાડે આવી રીતે કાપડની ચોરી થઇ જતી હોય તો રાત્રિના સમયે શું થતું હશે? જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને એ ડિવીઝનમાં ફરિયાદ પણ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...