ડેમ ઓવરફ્લો:બંધના દ્વાર ખુલ્યા

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેમ છલકાયો - Divya Bhaskar
ડેમ છલકાયો
  • જૂનાગઢ જિલ્લાનાં 34 ગામોને એલર્ટ કરાયા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઇને નદી, ડેમ છલકાયા છે. જૂનાગઢ જિલ્લામાં પડી રહેલા વરસાદને લઇને વિલીંગ્ડન, આણંદપુર, બાંટવા ખારો, ઓઝત શાપુર, ઓઝત વંથલી, સાબલી અને રાવલ સહિતના ડેમ ઓવરફ્લો થયા હતા. ડેમો ઓવરફ્લો થવાને કારણે તેમના દરવાજા ખોલી પાણી છોડાતા આજુબાજુના ગામડાઓને એલર્ટ કરાયા હતા. રવિવાર, સોમવાર અને મંગળવારના દિવસે પણ દિવસભર ઝરમરથી લઇને ભારે વરસાદ પડ્યો હતો અને ઉપરવાસના વરસાદને લઇને ડેમોમાં પાણીની આવક થતા બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વિયર અને સાબલી ડેમના દરવાજા ખોલતા જૂનાગઢ અને પોરબંદર સહિતના 34 ગામડાઓને એલર્ટ કરાયા હતા અને ડેમ નજીક ઢોર ચરાવવા કે આંટા મારવા ન જવા સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આણંદપુર અને ઉબેણ ડેમ ઓવરફ્લો થયા હતા.

જ્યારે સોરઠ પંથકમાં સોમવારે રાત્રીથી  મંગળવાર સુધી અવિરત મેઘસવારી રહી હતી. કોઇક જગ્યાએ ઝરમર તો કોઇ જગ્યાએ 6 ઇંચ સુધી વરસાદ પડયો હતો. કેશોદમાં પોણા બે ઇંચ, જૂનાગઢ 2 ઇંચ, ભેંસાણ દોઢ ઇંચ, મેંદરડા 2 ઇંચ, માંગરોળ પોણા બે ઇંચ, માણાવદર 5,  માળિયા પોણા બે ઇંચ, વંથલી, વિસાવદર 1 ઇંચ, ઊના પોણો ઇંચ, કોડીનાર 2 ઇંચ ગીરગઢડા પોણો ઇંચ, તાલાલા સવા ઇંચ,  વેરાવળ સવા ઇંચ, સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ પડયો હતો. જયારે ઊના પંથકનાં સનખડા, ગાંગડા સહિતનાં ગામોમાં 2 ઇંચ વરસાદ પડયો હતો. જયારે દેલવાડા, ઊના, નવાબંદર, સામતેર સહિતનાં ગામોમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

આ ગામને એલર્ટ કરાયા
જૂનાગઢ જિલ્લાના બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વિયર અને સાબલી ડેમના દરવાજા ખોલાતા જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે. જેમાં બાલાગામ, કોડવાવ, અક્લેરા, સમેગા, રેવદ્રા, ગડવાણા, ધારસેન, તારખેલ, બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર, રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર, ટીકર, પીપલાણા, અખા, અમીપુર, મૈયારી, બળેજ, રાતીયા, નવીબંદર, ચિકાસા, ખોરાસા, સેંદરડા, ડેરવાણ, મઘરવાડા અને માણેકવાડાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...