તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિકો માટે રાહત:જૂનાગઢના ભવનાથ સહિતના મંદિરોના દ્વાર 58 દિવસ બાદ ખૂલ્યા, ભક્તોએ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનું પ્રખ્‍યાત ભવનાથ મંદિર - Divya Bhaskar
જૂનાગઢનું પ્રખ્‍યાત ભવનાથ મંદિર
  • દોઢ માસ બાદ રોપવે સેવા પણ આજથી શરૂ કરવામા આવી

કોરોનાની બીજી લેહરના કારણે દોઢેક માસથી બંઘ જૂનાગઢ રોપ વે આજથી ફરી પ્રવાસીઓ માટે ખુલો મુકાયો છે. જયારે ગીરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીનું મંદિર અને ગીરનારની ગોદમાં આવેલ પ્રખ્‍યાત ભવનાથ મહાદેવ મંદિરના દ્રાર પણ આજથી ભાવિકો માટે ખુલ્‍યા છે. આજે પ્રથમ દિવસે જુજ સંખ્‍યામાં રોપ વે માં પ્રવાસીઓ જોવા મળતા હતા. જયારે મંદિરોમાં સ્‍થાનીક લોકોની હાજરી જોવા મળતી હતી.

રોપ વે શરૂ કરતા ગીરનાર પર ટ્રોલીનું અાવન-જાવન
રોપ વે શરૂ કરતા ગીરનાર પર ટ્રોલીનું અાવન-જાવન

આજથી રાજય સરકારે ઘાર્મિક સ્‍થળો ખોલવાની સાથે અમુક છુટછાટો આપતી ગાઈડ લાઇન જાહેર કરી હતી. જેને લઇ આજથી વિશ્વમાં પ્રખ્‍યાત એવો દેશનો લાંબો એવા જૂનાગઢના ગીરનાર પર્વત પરના રોપ વે પ્રવાસીઓ માટે ફરી ખુલ્‍લો મુકી શરૂ કરાયો હતો. કોરોનાની બીજી લહેરના કારણે દોઢ માસથી રખાયેલ રોપ વે ને આજથી ખુલ્‍લો મુકતી વેળાએ પ્રથમ પૂજાવિઘિ કરી શ્રીફળ વઘેર્યા બાદ યાત્રિક સાથેની ટ્રોલીને રવાના કરવામાં આવી હતી.

રોપ વે શરૂ થતાની સાથે જ ગીરનાર પર્વત પર બિરાજ માન અંબાજી માતાજીના મંદિરના દ્રાર પણ ભાવિકો ખુલ્યા હતા. આજથી ભાવિકો રોપ વે મારફત માં અંબાજીના દર્શનનો લ્‍હાવો લઇ શકશે. આજે પ્રથમ દિવસે રોપ વે ખુલ્‍લો મૂકાયા બાદ ધીમી ગતિએ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પ્રવાસીઓનો ઘસારો વઘશે તેવી રોપ વેના સંચાલકોએ આશા વ્‍યકત કરી હતી.

ભવાનથ મંદિરમાં મહાદેવની પૂજા-વિઘિ કરતા સાઘુ-સંતો
ભવાનથ મંદિરમાં મહાદેવની પૂજા-વિઘિ કરતા સાઘુ-સંતો

આજે વ્‍હેલી સવારે જૂનાગઢમાં ગીરનારની ગોદ સમાન તળેટીમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા. કોરોના મહામારીને લઈ તા.14 એપ્રિલથી ભક્તો માટે દર્શન બંધ કરાયતા હતા. દરમ્‍યાન હાલ કોરોના કાબૂમાં હોવાથી રાજય સરકારએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે મુજબ આજે વહેલી સવારે પ્રથમ ભવનાથ મહાદેવ મંદિરએ મહંત હરી ગીરીબાપુ સહિતના સાધુ સંતોએ શાસ્‍ત્રોકત વિઘીથી પૂજા આરતી કરી હતી. ત્‍યારબાદ ભાવિકો માટે મંદિરમાં દર્શન કરવાના દ્રાર ખુલા મુકયા હતા.

58 દિવસ બાદ ભવનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે ભક્તો પણ દર્શન માટે વહેલી સવારથી રાહ જોઇ બહાર ઉભા હતા જેઓએ દર્શન કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી હતી. ભવનાથ મંદિરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...