તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન બંધ:રાજ્યમાં કોરોનાનો કહેર વધતા અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરવામા આવ્યા, સોમનાથ, દ્વારકા અને માતાના મઢના મંદિરો બંધ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવામા આવ્યું - Divya Bhaskar
દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવામા આવ્યું
  • દ્વારકામાં આવેલું જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે

ગુજરાતમાં હાલ રોજબરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. વધતા સંક્રમણના પગલે અનેક શહેર અને ગામોમાં વીકેન્ડ અને આંશિક લોકડાઉનનો અમલ કરવામા આવી રહ્યો છે. તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. દર્શન સમયે દર્શનાર્થીઓની થતી ભીડના કારણે કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુથી આ નિર્ણય લેવામા આવ્યો છે.

સોમનાથ મંદિર આજથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામા આવ્યું
ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. જેમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અન્ય 6 મંદિરો બંધ કરવામા આવ્યા છે.ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિને પગલે લોકોહિતમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સોમનાથ મહાદેવ મુખ્ય મંદિર, રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે બીજી વાર સોમનાથ મહાદેવ મંદિર બંધ રહેશે.કોરોનાના લીઘે ગત વર્ષે માર્ચથી 80 દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું હતુ. સોમનાથ મહાદેવના લાઇવ દર્શન ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘરબેઠા કરી શકશે.

ચૈત્રિ નવરા6ી દરમિયાન માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય
ચૈત્રિ નવરા6ી દરમિયાન માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય

ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર બંધ
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે ત્યારે સતત બીજા વર્ષે ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે પરંતુ, નવરાત્રી દરમિયાન મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ પૂજારીની હાજરીમાં કરવામા આવશે. ભક્તો ઘરબેઠા યૂ ટ્યૂબના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે.કચ્છ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે માતાના મઢના આશાપુરા મંદિર ઉપરાંત નારાયણ સરોવર અને કોટેશ્વરના દ્વાર પણ દર્શનર્થીઓ માટે બંધ કરી દેવાયા છે.

દ્વારકાનું જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો
દ્વારકાનું જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો

દ્વારકાના દ્વાર પણ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પગલે યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરના દ્વાર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં આવતા દર્શનાર્થીઓના કારણે સંક્રમણ ના ફેલાય તે માટે દેવસ્થાન સમિતિની મળેલી બેઠકમાં મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર 30મી તારીખ સુધી બંધ
સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ વીરપુર જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ રહેશે. યાત્રાધામમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર બંને 30 એપ્રિલ સુધી બંધ રહેશે. અગાઉ ગાદીપતિ રઘુરામબાપાએ હોળી ધુળેટીના તહેવારો ઉપર પણ પૂજ્ય જલારામ બાપાની જગ્યા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

બગદાણા મંદિર 13 તારીખથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય
બગદાણા મંદિર 13 તારીખથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય

ભાવનગરમાં બગદાણા મંદિર બંધ કરવાનો નિર્ણય
સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે.

ભગુડા મોગલધામ 13 તારીખથી દર્શનાર્થીઓ માટે બંધ કરાશે
ભગુડા મોગલધામ 13 તારીખથી દર્શનાર્થીઓ માટે બંધ કરાશે

મહુવાના ભગુડા મોગલધામ પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય
ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તો તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...