તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગેસ એજન્સીએ બાટલામાંથી 3.900 કિલોગ્રામ ગેસ કાઢી લીધો

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વંથલીની એજન્સી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાની રજૂઆત
  • ટિકર ગામના પૂર્વ સરપંચની મામલતદારને ફરિયાદ

વંથલીની ગેસ એજન્સી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે વંથલી તાલુકના ટિકર ગામના પૂર્વ સરપંચ ભીમશીભાઇ ભેટારીયાએ વંથલી મામલતદારને લેખીત ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વંથલીની ગેસ એજન્સીના ગ્રાહક હોઇએ અમે ગેસની બોટલ મંગાવી હતી. દરમિયાન શંકાના આધારે ચેક કરતા ગેસના બાટલામાં 3.900 કિલોગ્રામ ગેસ ઓછો નિકળ્યો હતો.

આ મામલે એજન્સીમાં રજૂઆત કરતા એજન્સી સંચાલક દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરાયું હતું. ત્યારે ઓછો ગેસ આપી ગ્રાહક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયો હોય આ એજન્સી સંચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરવા લેખીત ફરિયાદ કરવામાં આવી છે. એજન્સી દ્વારા ગેસની બોટલોના કાળા બજાર પણ કરવામાં આવતા હોવાનો પણ ભીમશીભાઇ ભેટારીયાએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...