તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મંદિરના ગાદિપતિનો ગળેફાંસો ખાઇ આપઘાત

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાલછેલનાં સાધુના મોત અંગે પોલીસની ઝીણવટભરી તપાસ

મેંદરડા તાલુકાના ભાલછેલ ખાતે આવેલા હિરણેશ્વર મહાદેવ મંદિરના ગાદિપતિ સાધુએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મેંદરડા તાલુકાના ભાલછેલ ખાતે આવેલા હિરણેશ્વર મહાદેવ મંદિરના ગાદિપતિ ભગવતદાસ ગુરૂ દ્વારકાદાસ ઉદાસીન (ઉ. 40) નામના સાધુએ ગઇકાલ તા. 31 ઓગષ્ટે બપોરે 1 વાગ્યા પહેલાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ગામનાજ મનસુખભાઇ લાખાભાઇ સોનિયારે મેંદરડા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને લાશને પીએમ માટે મોકલી આપી હતી. સાધુએ આપઘાત શા માટે કર્યો એ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...