સિંહના સંરક્ષણ અને સંવર્ધનના કાર્યમાં લોકોને જોડવા માટે વનવિભાગ આવતીકાલ તા. 10 ઓગષ્ટ 2021 ના વિશ્વ સિંહ દિવસે 50 લાખ લોકોને એસએમએસ અને 1.75 લાખ લોકોને ઇ-મેઇલથી સંદેશો પાઠવશે. આમ કુલ 51.75 લાખ લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.કોરોનાને લીધે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સતત બીજા વર્ષે પણ વર્ચ્યુઅલી થશે.
જેમાં આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વનમંત્રી ગણપતસિંહ વસાવા ગાંધીનગરથી ઓનલાઇન જોડાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10:30 વાગ્યે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને શરૂ થશે. આ વર્ષે પણ વિવિધ કક્ષાની ફોટોગ્રાફી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી જ કરાયું હતું.
જેનું પરિણામ પણ મુખ્યમંત્રીજ જાહેર કરશે. જૂનાગઢ, ગિર-સોમનાથ, અમેરલી અને ભાવનગર જિલ્લાની 7 શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એનજીઓ, પ્રકૃતિપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, સ્થાનિકો, સહિતના જોડાશે. દર વર્ષે 10 ઓગષ્ટે આ દિવસની ઉજવણી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોક સહયોગ મળી રહે એ માટે કરાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.