તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વન વિભાગ સાપના રેસ્કયુ માટેની ટીમ બનાવશે, તાલીમ પણ આપશે

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સાપને મંજૂરી વિના રેસ્કયુ કરી શકાતા નથી
 • તાલીમાર્થીઓને ટ્રેનિંગ સર્ટીફિકેટ અપાશે: તેમનું મોનિટરીંગ પણ થશે

ગાંધીનગર સ્થિત પ્રિન્સીપાલ ચિફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દ્વારા સાપ પકડવાની ટીમ બનાવવામાં આવશે. આ માટે એનજીઓને તાલીમ આપી મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ગાંધીનગરના ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટિકાદારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાપના રેસ્કયુના સંખ્યાબંધ કેસ બને છે. ત્યારે વન વિભાગ પાસે કોઇ એવી સિસ્ટમ નથી કે તે આ તમામ કેસને હેંડલ કરી શકે. દરમિયાન અનેક એનજીઓ સાપના રેસ્કયુમાં જોડાયેલા છે. અનેક વખત તેઓને લોકોમાંથી સાપના રેસ્કયુના કોલ મળે છે.

જોકે, સાપનો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ 1972માં સમાવેશ થાય છે. આવા સાપોને ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડનના ઓથોરાઇઝ પર્સન વગર કોઇપણ વ્યક્તિ રેસ્કયુ કરી શકાતા નથી. ત્યારે એનજીઓ જે સાપ પકડવાની કામગીરી કરે છે તેમનું ખાસ ટ્રેનીંગ, સર્ટિફિેકેટ, ઓથોરિટી, ફેસીલીટેશન અને મોનીટરીંગ કરવામાં આવશેે. જેથી તેઓ યોગ્ય રીતે સાપને પકડી લઇ જંગલમાં છોડી મૂકી શકે.સામાન્ય રીતે સાપને જોઇ લોકો ગભરાય જતા હોય છે. પરંતુ મોટા ભાગના સાપ બિનઝેરી પણ હોય છે તેમની ઓળખના અભાવે લોકોમાં ભય રહે છે. ત્યારે આવા ઝેરી અને બિનઝેરી સાપની જાણકારી લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો