વારસો:138 વર્ષ પહેલાં પ્રથમ નાટક અહીં ભજવાયું હતું, મંડળીને 300 કોરીની ભેટ આપી હતી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ ઐતિહાસિક નગરી છે. અહીં અનેક ઐતિહાસિક ઇમારો હયાત છે. તેમાની એક ઇમારત સરદારબાગમાં આવેલી નાટ્યગૃહ છે. જૂનાગઢનાં નવાબનાં સમયમાં નાટ્યકળાને પ્રોત્સાહન મળતું તેનું ઉદાહરણ છે. આ અંગે ઇતિહાસ ભવનનાં વડા ડો. વિશાલ જોષીએ કહ્યું હતું કે, નવાબ મહોબતખાન બીજાનાં સમયમાં નાટ્યગૃહનું કામ શરૂ થયું હતું. બાદ અહીં 1883માં પ્રથમ નાટક જયશંકર જાની અને ટીમ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. 1885માં મોહનજી આણંદજી નાટક મંડળી દ્વારા નાટક ભજવાયું હતું અને બહાદુરખાનત્રીજાએ મંડળીને 300 કોરીની ભેટ આપી હતી.

નાટ્યગૃહ નવા રંગરૂપમાં સામે આવ્યું
જૂનાગઢમાં રાજ્યકક્ષાની 15મીઓગસ્ટની ઉજવણી થવાની છે. શહેરની અનેક ઇમારતોને શણગારવામાં આવી છે. સરદારબાગમાં આવેલા નાટયગૃહને પણ રંગ કરવામાં આવ્યો છે.