સૌપ્રથમ અંગદાન:શહેરમાં 2011માં પ્રથમ અંગદાન થયું 'તું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એર એમ્બ્યુલન્સની સુવિધા ન હોવા છત્તાં 3 કલાકમાં ઓર્ગન અમદાવાદ પહોંચાડ્યા હતા

જૂનાગઢમાં સૌપ્રથમ અંગદાન 2011માં થયું હતું જેમાં મહિલાના વિવિધ અંગોનું દાન કરાયું હતું. આ અંગે જૂનાગઢની ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સંચાલિત ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ડી.પી. ચિખલીયાએ જણાવ્યું હતું કે,પ્રથમ અંગદાન 15 જાન્યુઆરી 2011માં ગુણવંતીબેન પરિખ (મુંબઈ) દ્વારા કરાયું હતું.

જૂનાગઢની ત્રિમુર્તી હોસ્પિટલમાં અંગદાન ઓપરેટ કરવામાં આવ્યું હતું જેમાં બંને કિડની, લીવર, બંને ફેફસાં અને આંખનું દિવ્યદાન કરાયું હતું. અંગદાન કરાયું ત્યારે મકર સંક્રાતિનું પર્વ હતું કે જે દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મુંબઇના પરિખ પરિવારની મહિલાના અંગોનું દાન કરી મકરસંક્રાતિના પર્વને પરિખ પરિવારે અનોખી રીતે ઉજવ્યો હતો. આ અંગદાનની પ્રેરણા પરિખ પરિવારને ડો. ડી. પી. ચિખલીયા દ્વારા આપવામાં આવી હતી. આ સર્જરી માટે અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટના ડો. પ્રાન્જલ મોદી, ડો. જમાલ રીજ્વી અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

સવારે 4 વાગે ઓર્ગન લઈને છેક અમદાવાદ સુધી ગ્રીનકોરીડોર બાય રોડ બનાવ્યો હતો, કારણ કે ત્યારે એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે ડો. પ્રાન્જલ મોદી માત્ર સાડા ત્રણ કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ(ગ્રીન કોરીડોર દ્વારા) સવારે 7:30 વાગે પહોચીને સામે બીજા દર્દીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલ હતા.

આવી જ રીતે બીજું અંગદાન 18 ફેબ્રુઆરી 2017 ના રોજ ભારતીબેન પરમાર(માંગરોલ) નું પણ ત્રિમૂર્તી હોસ્પિટલ ખાતે કરવા માં આવ્યું હતું. ત્યારે પણ ડો. જમાલ રીજવી અને તેની ટીમ દ્વારા ભારતીબેનના 6 અંગોનું પ્રત્યાર્પણ અમદાવાદ ખાતે સામે દર્દીને કરવામાં આવેલ હતું. મહત્વની વાત એ છે કે 1 મહિના માં 2 વખત અંગદાન ત્રિમુર્તી હોસ્પિટલ ખાતે થયા હતા. 16 માર્ચ 2017 ના ત્રીજું અંગદાન વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વિસાવદરના (દાદર ગીર) ના નિર્મલાબેન દેસાઇ નું કરાયું હતું જેમાં લીવર, કિડની અને આંખનું દાન કરાયું હતું. આમ,જૂનાગઢમાં 2011 થી ત્રિમૂર્તી હોસ્પિટલ ખાતે અંગદાનની સૌપ્રથમ શરૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...