તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં ભૂમાફિયા પર સંકજો કસવા માટે લાવવામા આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ગુનો નોંધવામા આવ્યો છે. જૂનાગઢ તાલુકાના ડેરવાણની સીમમાં સરકારી જમીન પર કબ્જો કરી ખનીજચોરી કરવા મામલે ખાણ ખનીજ વિભાગે એક શખ્સને દંડ કર્યો હતો. ત્યારબાદ મામલતદારે તપાસ હાથ ઘરેલ જેમાં સરકારી જમીન પર કબ્જો હોવાનું બહાર આવતા કલેકટરે ખાણ ખનીજ વિભાગને ફરીયાદ કરવા હુકમ કરેલ હતો. જેના પગલે ખાણખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટરે લેખીત ફરીયાદ આપતા પોલીસે લેન્ડગ્રેબીંગ પ્રીવેન્શન એકટ મુજબ ફરીયાદ નોંઘી તપાસ હાથ ઘરી છે. આમ, જૂનાગઢ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પ્રથમ ગુનો નોંઘાયેલ છે.
આ મામલે જાણવા મળેલ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ડેરવણમાં રહેતા જગુભાઇ બાપુભાઇ ભાટી રેવન્યુ સર્વે નં.44 માં ખેતીની જમીન ઘારવે છે. તેમણે બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી તેમાંથી માટી કાઢી તેનું વેંચાણ કરી રહેલ હતા. આ અંગે અરજી થતા ખાણખનિજ વિભાગે તા.16-11-19 ના રોજ તપાસ કરતા ત્યાંથી 1338.11 ટન સાદી માટી કાઢવામાં આવી હોવાનું સામે આવેલ હતુ. જેના પગલે જગુભાઇ પાસેથી રૂ.34,113 નો દંડ વસુલ કરવા નોટીસ આપવામાં આવેલ હતી. જે રકમ તેઓએ બાદમાં ભરી દીઘી હતી. ત્યારબાદ જૂનાગઢ ગ્રામ્યના મામલતદારે ડીઆઇએલઆર દ્રારા માપણી કરાવતા સર્વે નં.44 ને લાગુ આવેલી લોલ નદી પૈકીના તબીવાળા ભાગની સરકારી જમીનના 511 ચો.મી. જમીન પર ગેરકાયદેસર કબ્જો થયાનું સામે આવેલ હતુ.
ત્યારબાદ સરકારપક્ષે દબાણ કેસ દાખલ કરવામાં આવેલ હતો. દરમ્યાન ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રીવેન્શન એકટ 2020 ની અમલવારી સંદર્ભે જીલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કલેકટરએ ખાણખનિજ વિભાગને ગુનો દાખલ કરવા હુકમ કરેલ હતો. જેના પગલે ખાણખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર હિરેન સંડેસરાએ ડેરવાણાના જગુભાઇ બાપુભાઇ મેર ભાટી સામે ફરીયાદ કરતા તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબીંગ પ્રીવેન્શન એકટ 2020 ની કલમ 5 (ગ) મુજબ ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.