રિલીજીયન:પહેલા નોરતે બપોરના 12:12 થી 12:55 વચ્ચે સારાં કાર્યો થઇ શકશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈધૃતિ યોગ અને ચિત્રા નક્ષત્રને લીધે પ્રજાને રોગ-પીડા સહન કરવી પડે, 7 વર્ષ પહેલા આવો યોગ હતો

આગામી તા. 7 ઓક્ટોબર 2021 થી આસો નવરાત્રિ શરૂ થઇ રહી છે. ત્યારે આ વર્ષે પ્રથમ નોરતે વૈધૃતિ યોગ અને ચિત્રા નક્ષત્ર છે. મા ભગવતીના આગમનનું વાહન ડોળી અને પ્રસ્થાનનું વાહન નર છે. આથી ઘટસ્થાપન, દીપ સ્થાપન સહિતનાં કાર્યો એ દિવસે બપોરે 12:12 થી 12:58 એટલેકે, અભિજીત મુહૂર્તમાં કરવાં જોઇએ.

આ અંગે જૂનાગઢના જ્યોતિષાચાર્ય સતીષભાઇ ભટ્ટ કહે છે, શાસ્ત્ર કથનમાં નિર્ણય સાગર ગ્રંથ મુજબ વૈધૃતિ યોગ અને ચિત્રા નક્ષત્ર વખતે ઘટનસ્થાપન, કુંભ સ્થાપન અને જ્વારા વાવવાથી નકારાત્મક પરિણામ મળે છે. જેમાં ધનનો નાશ, બિમારી ઇત્યાદિ થઇ શકે. જેમાં ઘટસ્થાપન કરનાર અને કરાવનારને પણ નુકસાન થઇ શકે. આવા સંજોગોમાં દિવસનો મધ્યાંતર કાઢી અભિજીત મુહૂર્તમાંજ ઘટસ્થાપન, દિપ સ્થાપન અને જ્વારા વાવવા, કામ-ધંધાનો પ્રારંભ વગેરે શુભ કાર્યો થઇ શકે.

નવરાત્રીના વિવિધ કાર્યો માટે મુહૂર્ત

  • ઘટનસ્થાપન: તા. 7 ઓક્ટો. 2021 બપોરે 12:12 થી 12:58
  • અખંડ દીપ પ્રાગટ્ય: બપોરે 12:15 થી 12:55
  • નાંદિ શ્રાદ્ધ વિધી: ઉપરોક્ત સમય પહેલાં સવારે અથવા અમાસના દિવસે સૂર્યાસ્ત પહેલાં કરવી જરૂરી છે.
  • નવરાત્રિ હવન: હવનાષ્ટમી તા. 13 ઓક્ટો. બીડું હોમવાનો સમય બપોર બાદ 2:30 થી 3:28 અને 4:30 થી 5:20.
  • નવરાત્રોત્થાપન પારણા: મહાનવમી તા. 14 ઓક્ટો. બપોરે 4:25 થી 5:20
  • વિજયાદશમી: તા. 15 ઓક્ટો. 2021 શસ્ત્રપૂજા વિજય મુહૂર્તમાં બપોરે 2:30 થી 3:15
અન્ય સમાચારો પણ છે...