જૂનાગઢના ગીરનાર જંગલમાં પણ હવે સફારી શરૂ કરાઇ છે. જોકે, 13 કિમી લાંબા રૂટ પર કુલ 26 કિમીનું નામ નેચર સફારી છે. પણ આ સીંહની ટેરીટરીવાળો વિસ્તાર છે. તેના પર આશરે 22 સીંહોનો વસવાટ છે. આથી અહીં આવનાર ટુરિસ્ટોને સીંહ દર્શન અચૂકપણે થાયજ છે. અઠવાડિયે માંડ એકાદ સફારીજ એવી હોય જેમાં એકપણ સીંહ જોવા ન મળે.
આ તસવીર આજે તા. 1 જુને સવારે 6 વાગ્યાની સફારીમાં લેવાયેલી છે. મહારાષ્ટ્રના થાણેના મંગેશ કલ્ઝૂનકરના ગૃપના લોકોને જીવનની પ્રથમ સફારીમાંજ શિકાર પાછળ દોડતા સાવજનું જીવંત દૃશ્ય જોવા મળ્યું. એ ક્ષણોને તેમના પત્ની પ્રાર્થના કલ્ઝૂનકરે મોબાઇલમાં ઝડપી લીધી. સફારીના રૂટ પર માત્ર 5 મીનીટના અંતરેજ બાંડો નામનો સીંહ રોડ વચ્ચે બેઠો હતો.
સામેથી જંગલી ભૂંડ બચ્ચાં સાથે આવી રહ્યું હતું. સીંહ ભૂંડનો શિકાર કરવા નહોતો માંગતો. પણ તેનું બચ્ચું જોઇને શિકાર કરવા ઉભો થયો. જોકે, સામેપક્ષે ભૂંડ વધુ સતર્ક હતું. આથી સીંહ નજીક આવે એ પહેલાંજ દોડીને ગીચ જંગલમાં અલોપ થઇ ગયું.
ગીરનાર સફારીના બુકીંગ કરાવી લોકો પહોંચે છે સાસણ
જાણવા મળ્યા મુજબ, લોકો ગીરનાર નેચર સફારીનું બુકીંગ કરાવે છે. પણ બહારના લોકોને સાસણ અને ગીરનાર દૂર હોવાનો ખ્યાલ નથી હોતો. આથી તેઓ ગીરનાર નેચર સફારીના સ્લોટ ખાલી હોય તો તેનું બુકીંગ કરાવી નાંખે છે. બાદમાં તેઓને ખબર પડતાં પાછા આવે છે. જરૂરી પ્રક્રિયા બાદ તેઓ ગીરનાર નેચર સફારીમાં પ્રવેશે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.