વેક્સિનેશન:જૂનાગઢ જિલ્લામાં 79.77 ટકા, શહેરમાં 84 ટકાને પ્રથમ ડોઝ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી મહાવેક્સીનેશન અભિયાનનો પ્રારંભ. - Divya Bhaskar
જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી મહાવેક્સીનેશન અભિયાનનો પ્રારંભ.
  • 17 સપ્ટેમ્બરના જૂનાગઢ જિલ્લામાં મેગા વેક્સીનેશનનો કેમ્પ યોજાશે

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ 79.77 ટકા અને શહેરમાં 84 ટકા લોકો કોરોના વેક્સીન લઇ રક્ષિત થયા છે. ત્યારે હજુ બાકી રહેતા નાગરિકો માટે જૂનાગઢ જિલ્લામાં તા.17 સપ્ટેમ્બરના રોજ મહાવેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના રક્ષણ માટે કોરોનાને હરાવી વિજય મેળવવા વેકસીનેશન જ અમોઘ શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે અને વેકસીનેશન જ રામબાણ ઇલાજ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા. 17 ના રોજ તમામ સરકારી દવાખાના, સબ સેન્ટર અને જયા સબ સેન્ટર નથી ત્યાં આંગણવાડી કેન્દ્રો પર મહાવેક્સીનેશન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ વેક્સીનેશન કેમ્પ અંગે કલેક્ટર રચિત રાજે જણાવ્યુ કે, આવતીકાલે જૂનાગઢ જિલ્લામાં સવારે 8 કલાકથી વેક્સીનેશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...