તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કાર્ય:મિરાનગરમાં કૂવામાં પડેલા આઘેડને ફાયર વિભાગે બચાવ્યા

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતણ તોડવા ગ્યાને પગ લપસ્યો

શહેરના મિરાનગરમાં એક કૂવામાં અકસ્માતે પડેલા આધેડને જૂનાગઢ ફાયર ટીમે બચાવી લીધા છે. આ અંગે ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નવી કલેકટર ઓફિસ પાસે આવેલ મિરાનગર પાસે ધમભાઇ ભૈયાજીની વાડી આવેલી છે. આ વાડીના કૂવામાં એક આધેડ અકસ્માતે પડયા હોવાની જાણ થઇ હતી. બાદમાં ફાયર ટીમે જઇ રેસ્કયુ કરી આધેડને જીવિત બહાર કાઢ્યા હતા. આધેડનું નામ કાળુભાઇ લખમણભાઇ બારોટ હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન આધેડના પુત્ર નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, તેમના પિતા કાળુભાઇ દાતણ લેવા ગયા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા કૂવામાં ખાબક્યા હતા. જોકે, તેમના હાથમાં રસ્સો આવી જતા લટકી રહ્યા હતા. બાદમાં ખાટલો નાંખી ફાયર ટીમે બહાર કાઢ્યા હતા. આમ, સદ્દનસીબે પિતાનો જીવ બચી ગયો છે. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કૂવામાં 60 ફૂટ પાણી ભરેલું છે.

અન્ય સમાચારો પણ છે...