ઉઘાડી લૂંટ ઉપર ફરિયાદ:ફાયનાન્સ કંપનીઓમાં નાની-નાની રકમની લોન લેનાર લોકોના જામીન થનારની આર્થિક આબરૂ લૂંટાઈ ગઈ !

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક જામીનદારો અને લોનધારકોએ સી-બિલમાંથી નામ કઢાવવા માટે લોન ભરપાઈ કરી દીધી

છેલ્લા બે દિવસથી દિવ્ય ભાસ્કર દ્વારા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા થતી ઉઘાડી લૂંટ ઉપર ફરિયાદીની ફરિયાદને વાચા આપવામાં આવી રહી છે. આ સમાચાર વાંચ્યા પછી એક પછી એક અનેક અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓ તથા બેંકોની ક્ષતિ બહાર આવી રહી છે અને વાચકો પોતાની વ્યથા દિવ્યભાસ્કર સમક્ષ ઠાલવી રહ્યા છે.આવા કેટલાક કિસ્સા માસ ફાઈનાન્સનાં બહાર આવેલ છે અને અનેક લોકોનાં નામ માસ ફાઈનાન્સ દ્વારા સિબિલમાં ચડાવી દેતા, તેમાંથી નામ કઢાવવા માટે અનેક લોકોએ માસ ફાઈનાન્સમાં લોન ભરેલ હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ તમામ ફાઈનાન્સ કંપનીઓ અને બેંકોએ ડેટા દર માસે ક્રેડિટ કંપનીઓને મોકલવાનો હોય છે. આ ક્રેડિટ કંપનીઓ બધી પ્રાઇવેટ કંપનીઓ છે, જેમાં દેશમાં ક્રેડિટ રેટિંગનું કામ કરતી કંપનીઓમાં CIBIL, Experian, Equifax અને CRIFનો સમાવેશ થાય છે.

આ બધામાં CIBIL સૌથી વધુ વિખ્યાત કંપની છે. CIBILના રેટિંગની રેન્જ 300થી 900 સુધીની છે. CIBILના માપદંડ મુજબ, 800થી વધારેનો સ્કોર ધરાવતા લોકોને સારો લાભ મળે છે.જ્યારે કોઈ ફાઇનાન્સ કંપનીમાંથી માણસ લોન લે , અને જો તેમાં ફાઇનાન્સ કંપની કે બેન્ક સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાય અને લોન ભરપાઈ કરવામાં વિલંબ કરે તો ફાઇનાન્સ કંપની કે બેંક દ્વારા લોન નહીં ભરનાર વ્યક્તિનો તમામ ડેટા ક્રેડિટ રેટિંગ કંપનીને મોકલે છે.

પરિણામે રિઝર્વ બેંકના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિને લોન માટે અરજી કરે તો બેન્ક કે ફાઈનાન્સમાંથી લોનમાં ડિફોલ્ટ કરેલો હોય તો અન્ય કોઈપણ બેન્કે ફાઈનાન્સ કંપનીમાં લોન મળી શકે નહીં. અને માસ ફાઈનાન્સ દ્વારા આવા અનેક લોકોનાં સિબિલમાં નામ નાખી અને તેનો લાભ લઇ અને માસ ફાઇનાન્સ જેવી કંપનીઓ દ્વારા અનેક લોકોને ડિફોલ્ટર જાહેર કરે છે.

જેમાં સુધી ફાઇનાન્સ કંપની કે ડિફોલ્ટરનું નામ તેમના લેણદાર તરીકે કાઢે ત્યાં સુધી ક્રેડિટ કંપની પાસે આવા કોઈ નામ કાઢવાની જોગવાઈ નહિ હોવાથી આવી કંપનીનો ભોગ બનનાર અન્ય કોઈ કોઈપણ જગ્યાએ લોન લઈ શકતા નથી અને તેમને નાછુટકે આવી માસ ફાઇનાન્સ જેવી કંપનીઓ સાથે સમાધાન કરવું પડે છે. કેટલાક કિસ્સામાં માસ ફાઈનાન્સ લોન લેનારો દ્વારા જામીનનાં નામ પણ સિબિલ માં નાખવામાં આવેલ હતા અને જામીન પાસેથી પણ રકમ વસુલ કરેલ હોય તેવા પણ કિસ્સા બહાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...