ઉજવણી:ભારતી આશ્રમ ભવનાથમાં ગુરૂ પૂર્ણિમાં પર્વ ઉજવાશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવી સંસ્થાનું સન્માન, ભોજન, સંતવાણી થશે

જૂનાગઢમાં 23 જૂલાઇ શુક્રવારે ગુરૂપૂર્ણિમાંના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તકે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભવનાથ સ્થિત ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજની અધ્યક્ષતામાં ભારતી આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાંના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે.

આ તકે બ્રહ્મલીન ભારતીબાપુની સમાધીનું સવારે 8 થી 10 દરમિયાન પૂજન કરાશે. બાદમાં કોરોના કાળમાં સેવા કરનાર જૂનાગઢની 108 સેવાભાવી સંસ્થાઓનું 10 થી 12 દરમિયાન સન્માન કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે ભોજન પ્રસાદ તેમજ રાત્રીના સંતવાણીનું આયોજન કરાયું છે. સરકારીની ગાઇડ લાઇન મુજબ કોરોનાના નિયમોના પાલન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમ આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...