તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનું ગૌરવ:મહિલા તબીબે ‘મિસિસ ઇન્ડિયા મીશિગન’નું ટાઇટલ મેળવ્યું, હવે ‘મિસિસ ઇન્ડિયા અમેરિકા’માં ભાગ લેશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. પાયલ શાહ (ઓઝા)ની તસવીર - Divya Bhaskar
ડો. પાયલ શાહ (ઓઝા)ની તસવીર

મૂળ જૂનાગઢના વતની અને હાલ અમેરિકામાં મીશીગનમાં રહેતી ડો. પાયલ શાહ (ઓઝા) એ મીસીસ ઇન્ડિયા મીશીગનનું ટાઇટલ મેળવ્યું છે. હવે તે મીસીસ ઇન્ડિયા અમેરિકામાં ભાગ લેશે.ડેટ્રોઇટ ખાતે મીસીસ ઇન્ડિયા મીશીગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિશિગન તરફથી ભાગ લેશે
આ સ્પર્ધામાં મૂળ જૂનાગઢના વતની ડો. પાયલ શાહ (ઓઝા) એ ભાગ લીધો હતો અને મીસીસ ઇન્ડિયા મીશીગનનું ટાઇટલ પ્રથમ ક્રમાંકે જીત્યું હતું. ડો. પાયલ ડેટ્રોઇટ ખાતે મેડીકલ પ્રેક્ટીશ્નર છે. આ ટાઇટલ જીત્યા બાદ હવે ડો. પાયલ 16 જુલાઇના રોજ ન્યુજર્સી ખાતે યોજાનાર મીસીસ ઇન્ડિયા અમેરિકા સૌંદર્ય સ્પર્ધામાં મીશીગન રાજ્ય તરફથી ભાગ લેશે. આ સિદ્ધિનો યશ તેમણે ડો. જીનીત શાહ, પિયુષ દવે, ડો. ઋષા દવેને આપ્યો હતો. તેમ પાર્થ હિતેન દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...