• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Fate Of 5167 Candidates In Junagadh District Will Be Decided On Tuesday, Counting Of Votes Will Be Conducted At 11 Places In 9 Talukas.

કોણ બનશે સરપંચ?:જૂનાગઢ જિલ્લામાં 5167 ઉમેદવારોના ભાવિનો મંગળવારે ફેંસલો થશે, 9 તાલુકાઓમાં 11 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઇકાલે મતદાન કરવામાં લાઇનો લાગેલ ત્‍યારની તસ્‍વીર - Divya Bhaskar
ગઇકાલે મતદાન કરવામાં લાઇનો લાગેલ ત્‍યારની તસ્‍વીર
  • 1754 ચૂંટણી સ્ટાફ મતગણતરી માટે તૈનાત રહેશે
  • ​​​​​​​મતગણતરી સેન્ટર બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે

રાજયમાં 8 હજારથી વઘુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગઇકાલે મતદાન યોજાયુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 73.20 % જેવું મતદાન થયું છે. જેમાં સૌથી વઘુ માળીયાહાટીના તાલુકામાં 77.31 % અને સૌથી ઓછું જૂનાગઢ તાલુકામાં 70 % મતદાન થયું છે. આ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 5,167 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયુ છે. ત્‍યારે આવતીકાલે મતોની ગણતરી બાદ ચુંટણી જંગમાં કોણ વિજેતા બનશે તે જોવું રહેશે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો હતો. આવતીકાલે જીલ્લાના 9 તાલુકા મથકોના 11 સ્‍થળોએ મતગણતરી હાથ ધરાશે.

જૂનાગઢ જિલ્લામાં રવિવારે 338 ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 5 લાખ 76 હજાર 699 મતદારો પૈકી 4,22,136 મતદારોએ મતદાન કરતા જીલ્લામાં કુલ 73.20 % મતદાન નોંઘાયુ હતુ. જીલ્‍લાની 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચ પદની બેઠકો અને 1882 વોર્ડ સભ્‍યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સરપંચ પદના 891 અને વોર્ડ સભ્યો પદ માટે 4276 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ થયા હતા. જેથી તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ નિયત કરાયેલ સ્ટ્રોંગ રૂમો પર લાવવામાં આવી હતી. આવતીકાલે સવારથી જીલ્‍લાના 9 તાલુકાના 11 મતગણતરીના સેન્ટર પર 120 ચુંટણી અઘિકારીઓ દ્રારા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. આ વચ્ચે તમામ મતગણતરી સેન્ટર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. મત ગણતરી પુર્ણ થયા બાદ કોણ જીત્‍યુ અને કોણ હાર્યુ તે જોવું રસપ્રદ રહેશે.

મતગણતરી કયા કયા સ્‍થળોએ હાથ ધરાશે?

મંગળવારે સવારથી જૂનાગઢ જીલ્‍લાના જૂનાગઢ તાલુકાની બહાઉદીન કોલેજ ખાતે, વંથલીમાં નગર પંચાયત હાઇસ્‍કુલ ખાતે, માણાવદરમાં સરકારી હાઇસ્‍કુલ ખાતે, કેશોદમાં આદર્શ નિવાસી શાળા ખાતે, માંગરોળમાં શ્રી એમ.એન.કંપાણી એન્‍ડ શાહ કોમર્સ કોલેજ-શારદાગ્રામ ખાતે, માળીયાહાટીનામાં (1) સરકારી હાઇસ્‍કુલ, (2) તાલુકા પે સેન્‍ટર શાળા ખાતે, મેંદરડામાં આઇ.ટી.આઇ. સંકુલ ખાતે, વિસાવદરમાં માંડાવડ શૈક્ષણીક સંકુલ ખાતે, ભેંસાણમાં સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી થશે. આ તમામ સ્‍થળોએ સીલ મતપેટીઓ રાખવામાં આવી હોવાથી તેની બહાર ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે.

મત ગણતરી માટે આટલો સ્‍ટાફ ફરજ પર રહેશે

જીલ્‍લાની 338 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પડેલ સવા ચાર લાખ જેટલા મતો ગણવા માટે જીલ્‍લામાં 11 સ્‍થળોએ મત ગણતરી આવતીકાલે થનાર છે. જે કામગીરી 120 ચુંટણી અઘિકારીના વડપણ નીચે થશે. જેમાં 120 જેટલા મદદનીશ ચુંટણી અઘિકારી, મત ગણતરી સ્‍ટાફ - 634, મત ગણતરી માટે વર્ગ-4 ના કર્મચારી - 236, પોલીસ સ્‍ટાફ - 503, આરોગ્‍ય સ્‍ટાફ - 141 ફરજ પર તૈનાત રહેશે. મત ગણતરી માટે 132 ટેબલો પણ કામગીરી હાથ ઘરાશે.

તાલુકા વાઈઝ થયેલા સરેરાશ મતદાનના આંકડા

જૂનાગઢ

જૂનાગઢ તાલુકાની 44 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 31592 તથા સ્ત્રી 26037 મળી કુલ 57,629 મતદારોએ મતદાન કરતા કુલ 70.05 % થયું છે.

વંથલી

વંથલી તાલુકાની 34 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 22504 તથા સ્ત્રી 18588 મળી કુલ 41,092 મતદારોએ મતદાન કરતા કુલ 73.96 % થયું છે.

માણાવદર

માણાવદર તાલુકાની 32 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 17176 તથા સ્ત્રી 14552 મળી કુલ 31,728 મતદારોએ મતદાન કરતા કુલ 73.85 % થયું છે.

કેશોદ

કેશોદ તાલુકાની 28 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 22202 તથા સ્ત્રી 19115 મળી કુલ 41,317 મતદારોએ મતદાન કરતા કુલ 72.22 % થયું છે.

માંગરોળ

માંગરોળ તાલુકાની 35 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 27106 તથા સ્ત્રી 23584 મળી કુલ 50,690 મતદારોએ મતદાન કરતા કુલ 74.27 % થયું છે.

માળીયાહાટીના

માળીયાહાટીના તાલુકાની 54 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 40218 તથા સ્ત્રી 35340 મળી કુલ 75,558 મતદારોએ મતદાન કરતા કુલ 77.31 % થયું છે.

મેંદરડા

મેંદરડા તાલુકાની 33 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 20340 તથા સ્ત્રી 16977 મળી કુલ 37,317 મતદારોએ મતદાન કરતા કુલ 70.57 % થયું છે.

ભેંસાણ

ભેંસાણ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 18367 તથા સ્ત્રી 15658 મળી કુલ 34,025 મતદારોએ મતદાન કરતા કુલ 72.20 % થયું છે.

વિસાવદર

વિસાવદર તાલુકાની 49 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 28408 તથા સ્ત્રી 24372 મળી કુલ 52,780 મતદારોએ મતદાન કરતા કુલ 72.60 % થયું છે.

અન્ય સમાચારો પણ છે...