સન્માન:મગફળીના ડોડવા વીણવાનું મશીન બનાવનાર ખેડૂતનું સન્માન કરાયું

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માળિયા અને વિસાવદર તાલુકાના ખેડૂતનું વિશેષ સન્માન કરાયું

મેંદરડા ખાતે યોજાયેલ બાગાયતની એક અને ખેતી વિભાગની બે યોજનાનું લોકાર્પણ તેમજ લાભાર્થીઓને યોજનાના મંજૂરીપત્ર વિતરણ, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે વિસાવદર તાલુકાનાં ભીમજીભાઇ કુરજીભાઇ માથુકીયા કે જેઓ છેલ્લા દોઢ દાયકાથી પ્રયોગશીલ ખેડુત તરીકે ઓળખાય છે. અગાઉ તેમણે મીની ટ્રેક્ટર બનાવી ખેડુતોને ખેતી કાર્યમાં સરળતા રહે તે દિશામાં રાજ્યકક્ષાનો એવોર્ડ હાંસલ કર્યો હતો.

આ વાતમાં આગળ વધતા ભીમજીભાઇને વિચાર આવ્યો કે દિનપ્રતિદીન ખેતશ્રમીકોની ઘટ પડે છે ત્યારે સૈારાષ્ટ્રમાં મગફળીનાં પાકની લણણી જમીનમાં રહી જતા મગફળીનાં ડોડવા વીણવાની જે તકલીફ હતી તેને દુર કરવા શું કરી શકાય અને તે દિશામાં તેઓએ પોતાનાં અનુભવને લેથમશીન તૈયાર કર્યુ છે. તેમની આ સીદ્ધી બદલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વર્ષ 2019-20 અંતર્ગત 51 હજાર રૂપિયા સન્માન પત્ર અને શાલ વડે મંત્રી, જવાહરભાઈ ચાવડાના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ માળીયા હાટીના તાલુકાનાં 20 વિઘા જમીન ધરાવતા જૈતાભાઇ સિસોદીયાને શાલ અને પ્રશસસ્તીપત્ર એનાયત કરી બહુમાન કરી રૂા. 25,500 નો ચેક અર્પણ કરી સન્માનીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...