તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ડોકટરની 15 વિઘા જમીન પડાવી લેવાનો ખેડૂતે કારસો રચ્યો હતો

જૂનાગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતે કહ્યું : જમીનમાં પગતો મૂકો, ખબર પડે !
 • જૂનાગઢ પોલીસની લાલ આંખ બાદ જમીન પરત આપવા સહમત

ડોકટરે વાવવા માટે આપેલી 15 વિઘા જમીન પચાવી પાડવાનો ખેડૂતે કારસો કર્યો હતો પરંતુ પોલીસની લાલઆંખ બાદ ખેડૂત જમીન પરત આપવા સહમત થયો હતો. પોલીસ પ્રજાનો મિત્ર છે તેનો લોકોને અહેસાસ કરાવવા પ્રજા કલ્યાણના કાર્યો કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના એક ડોકટરે પોતાની 15 વિઘા જમીન એક ખેડૂતને વાવવા આપી હતી.

શરૂઆતના ચારેક વર્ષ ખેડૂતે વાર્ષિક ભાગ આપ્યો હતો. જોકે, બાદમાં દાનત બગડતા 15 વિઘા જમીન પચાવી પાડવા કારસો કર્યો હતો. ખેડૂતે ભાગ આપવાનું બંધ કરી ડોકટરને કહ્યું હતું કે ખેતરમાં પગ તો મૂકો ખબર પડે! બાદમાં ડોકટરે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરી પોતાની જમીનથી હાથ ધોવાનો વારો આવવાની દહેશત વ્યકત કરી હતી.

બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંંહ જાડેજાની સૂચનાથી સી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. જે. બોદર અને સ્ટાફે ખેડૂતને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા ખેડૂત 15 વિઘા જમીન ડોકટરને પરત કરવા સહમત થયો હતો. આમ, પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો