તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓની બેઠક માટે ખાસ વ્યવસ્થા:કેશોદ શહેરના ખેડૂતે 25 વિઘામાં પક્ષીઓની મદદથી વિધે 35 મણ ચણાનું ઉત્પાદન મેળવ્યું

માણેકવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પક્ષીઓથી પાકોમાં આવતા કીટકોનું નિયંત્રણ, રાસાયણીક દવા પાછળના ખર્ચમાં ઘટાડો

આજના સમયમાં દિનપ્રતિદિન વૃક્ષોનું છેદન થતું જાય છે. જેથી પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત પક્ષીઓને બેસવા માટેના રહેઠાણમાં પણ અગવડતા ઉભી થઇ છે. જેથી ખેતીના પાકોમાં કીટકોનું પ્રમાણ વધ્યું છે. જેથી રાસાયણીક દવા પાછળ મસમોટો ખર્ચ કરવો પડી રહ્યોં છે. જો કે ખેતી પાકોમાં આવતા કીટકોનું સૌથી સારામાં સારૂ નિયંત્રણ પક્ષીઓ દ્રારા જ થતું હોય છે. ત્યારે જ કેશોદ ખેતીવાડી વિસ્તરણ અધિકારી ગજેન્દ્રસિંહ ચાવડાએ પોતાના જ ખેતરમાં પ્રયોગ કરી દાખલો બેસાડ્યો છે. અને પક્ષીઓ આરામ થી વસવાટ કરી શકે તે માટે 25 વિઘા જમીનમાં લાકડાની ડાળીઓની મદદથી રહેઠાણ બનાવ્યું છે.

વિસ્તરણ અધિકારી ગજેન્દ્રસિંહ ચાવડાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે ચણાના પાકમાં વિઘા દીઢ 35 મણનું ઉત્પાદન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, કે આ અધિકારી કેશોદ પંથકના તમામ ખેડૂતો સુધી કૃષિને લગતી માહિતી પહોંચાડી રહ્યાં છે અને પોતાના જ ખેતરમાં સફળ રહેલા પ્રયોગો ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહ્યાં છે.

દવા પાછળનો ખર્ચ ઘટી શકે
ખેતરમાં ચકલી, કાબર, લેલા, વૈયા, બગલા સહિતના પક્ષીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવે તો દવા પાછળના ખર્ચમાં ઘટાડો થઈ શકે જેથી ખેડૂતોને પણ ફાયદો થઈ શકે અને દવા પાછળનો ખર્ચ પણ બચી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો