વિવાદ:જટાશંકરના મેદાનમાં અખાદ્ય વસ્તુ લાવનાર પરીવારને ટપારતાં મહંત સાથે બોલાચાલી કરી તી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક અને અમૃક તત્વોને લઇ અરજી થઇ છે

ગીરનાર પર આવેલી જટાશંકરની જગ્યામાં મહંતે ધર્મ સાથે જેની કોઇ લેવાદેવા નથી એવા લોકોના ન્યુસન્સ અને પ્લાસ્ટીકની ગંદકીને લઇ પોલીસને અરજી કરી હતી. પણ હકીકતમાં થોડા દિવસ અગાઉ એક પરીવાર અખાદ્ય પદાર્થ સાથે જટાશંકરના મેદાનમાંજ બેસીને પાર્ટી કરતો હોઇ મહંતે ટપારતાં તેની સાથે શાબ્દિક ટપાટપી થયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વાત જાણે એમ બનીકે, જટાશંકરની જગ્યાના મહંત પૂર્ણાનંદજીએ ભવનાથ પોલીસમાં ત્યાં પ્લાસ્ટીકના કચરા અને ફક્ત ન્હાવા અને મોજ કરવા આવતા લોકો વિશે ફરીયાદ કરી હતી.

પણ ભાવિકોમાં એવી વાત જોરશોરથી ચર્ચાઇ રહી છે કે, ગત અઠવાડિયે જટાશંકરની જગ્યાએ આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એક પરીવાર અખાદ્ય પદાર્થો સાથે પાર્ટી કરતો હતો. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આથી ધાર્મિક સ્થળે આવી અધાર્મિક પ્રવૃત્તિ અંગે મહંતે તેઓને ટપારતાં તેઓએ સામે બોલાચાલી કરી હતી.

આ વાત બહાર આવતાં ધાર્મિક ભાવનાથી જટાશંકર આવતા લોકોમાં ભારે રોષની લાગણી છવાઇ ગઇ છે. હકીકતે વનવિભાગે અખાદ્ય પદાર્થ સાથે આવતા આવા તત્વોનેજ અટકાવવા જોઇએ. તેને બદલે નિર્દોષ ભાવિકો કે પરીવાર સાથે ગયેલાને અટકાવી બધાનો રોષ વહોરી લેવાની જરૂર નહોતી. ફક્ત જ્યાં લોકો વધુ થાય એવા સ્થળે બંદોબસ્ત ગોઠવે અને અખાદ્ય વસ્તુનું સેવન કરનારાઓને તેમજ પરીવારજનો સાથે જતા લોકોને માનસીક ત્રાસ થાય એવું વર્તન કરતા તત્વોને અટકાવે એવી લાગણી પણ છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...