તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંચ જૂલાઇ સુધી વરસાદ ખેંચાશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પવનની ઝડપ 30થી 35 નોટના બદલે 10 થી 20 રહી : ખેડૂતો વાવેતર ન કરે, કર્યું હોય તો પિયતની તૈયારી રાખે

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ 5 જૂલાઇ સુધી ખેંચાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, વરસાદ માટે દરિયામાં પવનની ઝડપ 30 થી 35 નોટની હોવી જોઇએ. તેના બદલે હાલ પવનની ઝડપ માત્ર 10 થી 20 નોટ જ રહે છે.

મધ્ય અને પૂર્વિય અરબી સમુદ્રમાં હવાની જે ગતિ હોવી જોઇએ તે હાલ જોવા મળતી નથી પરિણામે વરસાદ થોડો ખેંચાઇ શકે છે. હાલની સ્થિતી જોતા 5 જૂલાઇ સુધી વરસાદ ખેંચાશે. દરમિયાન સૌરાષ્ટ્ર સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આ જ પેટર્ન જોવા મળશે. ત્યાં પણ 5 જૂલાઇ સુધી વરસાદ થવાની કોઇ શક્યતા નથી. જો કદાચ ક્યાંક પડશે તો પણ 1 જૂલાઇ પછી પડશે અને તે પણ દરિયાઇ પટ્ટી વિસ્તારમાં જ પડશે. આ વરસાદ પણ છૂટાછવાયા વિસ્તારમાં માત્ર હળવા ઝાપટા સ્વરૂપે જ પડશે.

વાવણી લાયક કે વાવણી બાદ પિયત મળે તેવો વરસાદ થશે નહિ. ત્યારે જે ખેડૂતોએ વાવણી કરી નથી તેમણે જો પિયતની સગવડતા ન હોય અને માત્ર વરસાદ આધારિત જ વાવેતર કરવાનું હોય તો હાલ વાવણી ન કરવી. જો વાવતેર કરી દીધું છે તો જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે તે જોવું. જરૂર પડ્યે ફુવારા પદ્ધતિથી પણ પાણી આપવું. આંતરખેડ જાળવવું. વધારાનું નિંદામણ હોય તે દૂર કરવું. દરમિયાન જૂનાગઢ શહેરમાં પણ હાલ અંશત: વાદળછાયું વાતાવરણ રહે છે તેમ છત્તાં કોઇ કોઇ વિસ્તારમાં માત્ર હળવા ઝાપટા જ પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...