ટ્રાફિક જામ:એન્જીન દોડાવી જૂનાગઢ અને વિસાવદર રેલવે ટ્રેકનું ચેકીંગ કરાયું

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ પ્રથમ વખત ફાટકો બંધ થયા

બુધવારે જૂનાગઢ-વિસાવદર રેલવે ટ્રેકનું ચેકીંગ હાથ ધરાયું હતું. રેલવે એન્જીન દોડાવીને કરાયેલા ચેકીંગ સમયે ફાટકો બંધ થતા ટ્રાફિક જામ થયો હતો. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ- વિસાવદર રેલવે લાઇન કોરોના સમયથી બંધ છે. પરિણામે ફાટકો સતત ખુલા રહી શકતા હોય ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળી હતી. જોકે, બુધવારે એન્જીન પસાર થતા રેલવે ફાટકો બંધ કરવામાં આવ્યા હતા.

પરિણામે ગાંધી ચોક રેલવે ફાટકથી લઇને રેલવે સ્ટેશન તરફના રસ્તા પર છેક અડધો કિમી અને ગાંધીચોક રેલવે ફાટકથી લઇને બસ સ્ટેન્ડ તરફના રોડ પર અડધો કિમીનો ટ્રાફિક જામ થયો હતો. દરમિયાન આ અંગે રેલવેના મેનેજર પ્રફુલભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, માર્ચ 2020માં કોરોનાની પહેલી લહેર આવી ત્યારથી જ રેલવે સેવા બંધ કરાઇ હતી.

જોકે, હવે કેટલીક સેવા પૂર્વવત કરાઇ છે. દરમિયાન જૂનાગઢ- વિસાવદર રેલવે સેવા ત્યારથી લઇને આજ સુધી બંધ રહી છે. પરંતુ આ ટ્રેક પર રેલવે સેવા પૂર્વવત કરવાની થાય તો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બુધવારે એન્જીન દોડાવી ટ્રેકનું, મશીનરીનું ચેકીંગ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...