ફરિયાદ દાખલ કરવા અપીલ:ઉંચું વ્યાજ ઉઘરાવી ધાક ધમકીથી પ્રજાને ડરાવતા તત્વોને કાયદાનું ભાન કરાવામાં આવશે : પોલીસ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા, કોડીનાર, વેરાવળમાં લોકદરબાર, ડર વગર ફરિયાદ દાખલ કરવા કરાઈ અપીલ

વેરાવળમાં રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, એસપી મનહરસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં વિવિધ સમાજ એસો.નાં પટેલો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આ ઉપરાંત વેરાવળનાં મુખ્ય પ્રવેશદ્રાર નજીક પાસે કોઈ ગુનો બને તો 10 કિમી સુધી દૂર જવુ પડે છે. એ મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વ્યાજખોરોને લગતી 3 અરજી રજૂ થઈ હતી. જેમાં સુત્રાપાડા અને કોડીનારનો સમાવેશ થાય છે.

જ્યારે મણાવદરનાં નાનડીયા ગામે ડીવાયએસપી બી.સી. ઠક્કરનાં અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોની ચુગાલમાં ફસાયેલા લોકોને આગળ આવવા અપીલ કરાઈ હતી. આ તકે પીએસઆઈ કે.બી.લાલકા, સર્કલ પીઆઈ એસ.એન. રાઠોડ, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો હાજર રહ્યાં હતા.

જ્યારે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે પણ રેન્જ આઈજી મયંક ચાવડા અને એસપી મનોહરસિંહ જાડેજા વાર્ષિક ઈન્સપેકશન માટે આવ્યા હોય. 100 જેટલા વિવિધ સમાજનાં વેપારી મહાજન, ભાજપ- કોંગ્રેસનાં આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સને પ્રમુખ હરીભાઈ વિઠ્ઠલાણી સહિતનાં આગેવાનો પાસે પ્રશ્નો જાણ્યા હતા.

વ્યાજમાં ફસાયેલા લોકોને કોઈ ડર વગર ફરીયાદ કરવા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત મક્રરસંક્રાતિ પર્વે ચાઈનીઝ દોરી ન વાપરવા પણ સુચના આપી હતી. જ્યારે તાલાલા પોલીસે વ્યાજખોરી સામે ઝુંબેશ અંતર્ગત લોક દરબાર યોજ્યો હતો અને કહ્યું હતું કે, ઉંચુ વ્યાજ ઉઘરાવી ધાક ધમકીથી પ્રજાને ડરાવતા તત્વોને કાયદાનું ભાન કરાવાશે. આ તકે પીએસઆઈ રાકેશ મારુ, યાશીનભાઈ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

તાલાલામાં વ્યાજખોર સામે ફરિયાદ
તાલાલામાં રહેતા વિક્રમભાઈ માધાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિક્રમે કનુ ગોવિંદભાઈ રામ પાસેથી 60 હજાર વ્યાજે લીધા હતા અને 10 ટકા લેખે વ્યાજ ગણી વિક્રમને 54 હજાર મળ્યા હતા. અને 21,900 ચૂકવ્યા છતાં કનુએ કહ્યું હતું કે, હજુ 85 હજાર વ્યાજ સહિત આપવા પડશે. એમ કહી ફ્રુટની લારીએ જઈ ગાલો આપી ધમકી આપી હતી. અને વિષ્ણુ પાસેથી બેંક એકાઉન્ટના 2 કોરા ચેક લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...