ચૂંટણીલક્ષી કામગીરી:જૂનાગઢમાં એમ.સી.એમ.સી સેન્ટર અને માહિતી કચેરી ખાતે કાર્યરત વહીવટી કાર્યાલયની ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

જુનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

87-વિસાવદર અને 89-માંગરોળ વિધાનસભા બેઠકના ખર્ચ ઓબ્ઝર્વર પીયૂષ ભારદ્વાજે મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના વિવિધ ઘટકની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું.

કામગીરીની સમીક્ષા કરી
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ઇલેકટ્રોનીક મીડિયા મોનીટરીંગ કક્ષની મુલાકાત કરી હતી. તેમણે અહીંયા ઇલેક્ટ્રોનીક મીડિયા એટલે કે, વિવિધ ન્યૂઝ ચેનલ પર મોનીટર કરતા કર્મચારીઓ પાસેથી ચૂંટણી સંબંધિ પ્રસારીત થતા ન્યૂઝ અંગે પરામર્શ કર્યો હતો. ઉપરાંત તેમણે મીડિયા મોનીટરીંગ સંબંધિત રીપોર્ટ તપાસ્યા હતા. સાથે જ તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પીયૂષ ભારદ્વાજે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢની મુલાકાત કરી, પ્રિન્ટ મીડિયામાં પ્રચારીત થતા ચૂંટણી સંબંધિત અહેવાલો અને જાહેરખબરની કામગીરીની સમીક્ષા કરી હતી.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી ખાતે સોશિયલ મીડિયા પર ઉમેદવારો દ્વારા થતા પ્રચારની ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જે અન્વયે ખર્ચ ઓબ્ઝર્વર પીયૂષ ભારદ્વાજે ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પરના અકાઉન્ટ-પ્રોફાઇલ મોનીટરીંગ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ઉમેદવારો દ્વારા થતા પ્રચાર ખર્ચની વિગતોને સંબંધિત અધિકારીઓને મોકલી આપવા જણાવ્યું હતું. ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર પીયૂષ ભારદ્વાજની આ મુલાકાતો દરમિયાન એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવ પ્રશાંત ત્રિવેદી સાથે રહ્યા હતા. સાથે જ તેમણે એમ.સી.એમ.સી.ની સમગ્ર કામગીરીથી અવગત કરાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...