તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં 4.5 કિમીની ઝડપે સુસવાટા મારતા પવન ફુંકાતા ઠંડની અસર

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • લઘુત્તમ તાપમાન વધ્યું છત્તાં વાતાવરણ ટાઢુંબોળ !
  • સોમવારથી ઠંડીના પ્રમાણમાં થશે વધારો: લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી

જૂનાગઢ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાનમાં વધારો થવા છત્તાં સુસવાટા મારતા પવન ફુંકાતા લોકોને દિવસભર ઠંડીની અસર વર્તાઇ હતી. દરમિયાન સોમવારથી ઠંડી જોર પકડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાઇ રહ્યું છે.

દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે,શનિવારે લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી રહ્યું હોય ઠંડી અનુભવાઇ હતી. જોકે, રવિવારે લઘુત્તમ તાપમાનમાં 5.7 ડિગ્રી વધીને 18.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી સામાન્ય રીતે ઠંડીમાં 5.7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જોકે, તેમ છત્તાં લોકોને ઠંડી લાગી હતી. તેનું કારણ એ હતું કે, એક તો મહત્તમ તાપમાન ઘટી ગયું હતું.

શનિવારે મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી હતું તે 3.7 ડિગ્રી ઘટીને 27.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું.બીજી તરફ પવનની ઝડપમાં વધારો થયો હતો. શનિવારે પવનની ઝડપ 2.6 કિમી પ્રતિ કલાકની હતી જે રવિવારે 1.9 કિમી પ્રતિ કલાકની વધીને 4.5 કિમી પ્રતિ કલાકની થઇ ગઇ હતી. આમ, મહત્તમ તાપમાન ઘટતા અને તેજ ગતિએ સુસવાટા મારતા પવન દિવસભર ફુંકાતા શહેરમાં આખો દિવસ વાતાવરણ ટાઢુંબોળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો