તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરતભંગ કર્યાનો આક્ષેપ:શૈક્ષણિક સંસ્થાએ રમત-ગમતના મેદાન ઉપર દુકાનો બનાવી નાંખી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડાની શાળાના બિલ્ડીંગ, રમતના મેદાન મામલે શરતભંગ કર્યાનો આક્ષેપ

સુત્રાપાડાના બી. એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલને રમત ગમતના મેદાન માટે ફાળવાયેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી નાંખ્યાના આક્ષેપ સાથે એક નાગરિકે કલેક્ટરને ફરિયાદ કરી છે. ગિર સોમનાથ કલેક્ટર દ્વારા તા. 30 જુન 2015 ના રોજ સુત્રાપાડાના બી. એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટને 4047 ચોરસી મીટર જમીન ફાળવી હતી. જે શાળાના બાંધકામ અને રમતગમતના મેદાનના હેતુથી ફાળવાઇ હતી. જેમાં બી. એમ. બારડ એડયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રમત-ગમતના મેદાનમાં કોમર્શિયલ દુકાનો બનાવી શરતભંગ કર્યાના આક્ષેપ સાથેની ફરિયાદ ચેતન બારડે કરી છે.

તેમણે સુત્રાપાડા મામલાતદાર પાસે આ જમીન અંગીની વિગતો આરટીઆઇથી માંગી હતી. આ સાથે ચેતન બારડે કથિત કોમ્પલેક્ષમાં આવેલી સુત્રાપાડા પીજીવીસીએલ ઓફિસના ભાડા કરાર અને ચૂકવાતા ભાડાની વિગતોની આરટીઆઇ પણ માંગી છે. જોકે, તેનો હજુ કોઇ જવાબ પોતાને ન મળ્યાનું પણ તેમણે જણાવ્યું છે.

વળી આ કોમર્શિયલ બાંધકામની જાહેર ટ્રસ્ટમાં નોંધણી કરાઇ છે કે કેમ એની વિગતો માગતાં ટ્રસ્ટ નોંધણીની કચેરીમાં પણ આવી કોઇ નોંધ ન હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદના આધારે નાયબ કલેક્ટરે તા. 26 મે 2021 ના રોજ સુત્રાપાડા મામલતદારને ફરિયાદ અંગે તપાસ કરવા પત્ર પાઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...