આયોજન:ડિવાયએસપીએ જવાનોને પ્રામાણિકતા અને ખંતથી ફરજના શપથ લેવડાવ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેંદરડાના માનપુર ખાતે જીઆરડીની પાસીંગ આઉટ પરેડ યોજાઇ

મેંદરડા તાલુકાના માનપુર ખાતે જીઆરડી જવાનોની પાસીંગ પરેડ યોજાઇ હતી. આ તકે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જીઆરડી જવાનોને પ્રામાણિકતા અને ખંતથી ફરજ બજાવવાના શપથ લેવડાવ્યા હતા. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લામાં ભરતી કરાયેલ જીઆરડી જવાનોની તાલીમ શરૂ કરાઇ હતી. જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ જીઆરડી પીએસઆઇ ડી. આર. વંશ અને હેડ ક્લાર્ક હીરાણી, માનદ અધિકારી હરસુખભાઇ લોઢીયા સહિતના સ્ટાફની ટીમ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર જીઆરડી જવાનોને તાલીમ અપાઇ હતી.

દરમિયાન મેંદરડા અને વિસાવદરમાં પસંદગી પામેલા જીઆરડી જવાનોની તાલીમ મેંદરડાના માનપુર ખાતે યોજાઇ હતી. તાલીમ પૂર્ણ થતા નવા ભરતી થયેલા જીઆરડી જવાનોની માનપુર આલ્ફા સ્કૂલના મેદાનમાં પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. આ તકે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થતિ રહી જવાનોને પ્રામાણિકતાના અને ખંતથી ફરજ બજાવવાના શપથ લેવડાવ્યા હતા. આ તકે આલ્ફા સ્કૂલના પ્રિન્સીપાલ સુરસિંહ ઝાલાની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...