કાર્યવાહી:ડ્રગ્સનાં આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉ એસ.ઓ.જીએ આરોપીને 23,37,800 રૂા.ના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો

જૂનાગઢ એસઓજી દ્વારા ધંધુસર ગામના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીને PITNDPS એક્ટ 1988 મુજબ અમદાવાદ જેલ હવાલે કરાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં NDPS પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ, હેરફેર, ખરીદી, સંગ્રહ, ઉપયોગ કરતા આરોપીઓને પકડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા અને NDPS એકટ તળેનાં ગુનાઓ કરતાં આરોપીઓ વિરૂધ્ધ PITNDPS એક્ટ 1988 મુજબની દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન અપાયું હતું.

જે અન્વયે જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા NDPS એકટ તળેનાં ગુનાઓ કરતો હરેશ ભુપતભાઇ વદર (ઉ.વ.35), રહે. હાલ જૂનાગઢ ઝાંઝરડા ગામ, વલ્લભનગર (મુળ) ધંધુસર વાળા વિરૂધ્ધ PITNDPS એક્ટ 1988 મુજબ તૈયાર કરેલ દરખાસ્તને મંજૂરી મળતાં સદર આરોપીની અટકાયતમાં લઇ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલાયો હતો. આ આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો 233.78 ગ્રામ કિ. રૂા. 23,37,800 મળી આવ્યો હતો. આ કામગીરીમાં એ.એમ.ગોહિલ, સામતભાઇ બારીયા, એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, તથા પો.હેડ કોન્સ. અનિરૂધ્ધ વાંક, મહેન્દ્રભાઇ ડેર વગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

અન્ય સમાચારો પણ છે...