તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારમારી:એસટી બસના ડ્રાઇવરે પેસેન્‍જર ઉતારતા હોવાથી બસ આગળ ન લેતા ટ્રકના ચાલકે મારમાર્યો

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસટી વાળા મનફાવે તેમ બસ ચલાવો છો કહી બબાલ કરી
 • ટ્રક ચાલકએ બસ રોકાવી એસટીના ડ્રાઇવરને મારમારી ફરજ રૂકાવટ કરી

જુનાગઢથી સોમનાથ આવી રહેલ એસટીની મિની બસના ચાલકને સાઇડ ન આપેલ હોવા બાબતે ટ્રક ચાલક અને એક અજાણ્‍યા શખ્‍સે રસ્‍તા વચ્‍ચે એસટી બસ રોકાવી માર મારી ફરજ રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર આજે સવારે 7 વાગ્‍યે જુનાગઢથી ઉપડી સોમનાથ આવી રહેલ એસટીની મિની બસ ગડુ ગામે પેસેન્‍જર ઉતારી રહેલ હતી. આ સમયે પાછળથી આવેલા ટ્રક નં.જીજે 12 એયુ 7117 નો ચાલકએ હોર્ન વગાડી બસ આગળ લઇ જવાનો ઇશારો કરી રહેલ પરંતુ પેસેન્‍જરો ઉતરી રહેલ હોવાથી એસટી બસના ચાલકએ બસ આગળ ન લીધી હતી.

એસટી બસ વેરાવળ તરફ આવવા રવાના થયેલ ત્‍યારે રસ્‍તામાં શાંતિપરાના પાટીયા પાસે બસ પહોંચેલ ત્‍યારે એક અજાણ્‍યા શખ્‍સે આડે મોટર સાયકલ રાખી બસના ચાલક ગોવિંદભાઇ કરગઠીયાને નીચે તમે એસટી વાળા મનફાવે તેમ બસ ચલાવો છો અને રોડ તમારા બાપનો છે તેમ કહી અપશબ્‍દો ભાંડી ઢીકાપાટુનો માર મારી કપડા ફાડી નાંખેલ હતા. આ સમયે રસ્‍તામાં એસટીની અન્‍ય બસ પસાર થતા તેના ચાલકએ વચ્‍ચે પડી છોડાવેલ ત્‍યારે ટ્રકનો ચાલક અને અજાણ્‍યો શખ્‍સ ભાગી ગયા હતા. એસટીના ચાલક ગોંવિદભાઇ કરગઠીયાએ જીજે 12 એયુ 7117 ટ્રકના ચાલક અને અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો