ધરપકડ:સુતેલા ડ્રાઇવર કન્ડકટરના મોબાઇલ, રોકડની ચોરી કરનાર ઝડપાયો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢ-રાજકોટ હાઇવે પર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં હાથ અજમાવ્યો હતો
  • એલસીબીએ 4 મોબાઇલ, રોકડ સહિત 69,200નો મુદ્દામાલ કબ્જે કર્યો

ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ટ્રકમાં સુતેલા ડ્રાઇવર કન્ડકટરના મોબાઇલ, રોકડની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લઇ 69,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ- રાજકોટ હાઇવે પર આવેલ પટેલ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી કેટલાક ડ્રાઇવર, કન્ડકટરો સૂતા હતા. ત્યારે આરોપીએ જૂદા જૂદા ટ્રકોના દરવાજા તોડી ડ્રાઇવર, કન્ડકટરના રોકડા 27,500 તેમજ 5 મોબાઇલ કિંમત 54,200ના મળી કુલ 81,700ના મુદ્દામાલની ચોરી કરી હતી.

આ મામલે શરદભાઇ ખીમજીભાઇ વઘાસીયાએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરતા આ ચોરીમાંધોરાજી તાલુકાના મોટી મારડના કાસમ જૂમાભાઇ ડફેરની સંડોવણી ખુલી હતી.

બાદમાં આરોપી ધોરાજી ચોકડી તરફ હોવાની બાતમી મળતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રોકડા 25,000 તેમજ 4 મોબાઇલ કિંમત રૂા.44,200 મળી કુલ 69,200ના મુદ્દામાલ કબ્જે કરી આરોપીને તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...