સાંસ્કૃતિક કાર્યક્રમ:અંગ્રેજોએ ભાવેણાની ધરતી પર કરેલા હત્યાકાંડનું નાટક ભજવાશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનિન ત્રિવેદી - Divya Bhaskar
માનિન ત્રિવેદી
  • સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ કલાકારો પાંચ દિવસથી રીહર્સલ કરે છે

ભાવેણાની ધરતી પર માનગઢમાં અંગ્રેજોએ જનમેદની પર જલિયાંવાલા બાગની માફકજ ગોળી ચલાવી હત્યાકાંડ કર્યો હતો. ઇતિહાસમાં વિસરાયેલી આ ઘટનાને 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં યોજાનાર રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટ્યરૂપે પ્રસ્તુત કરાશે.

જૂનાગઢની સ્પોર્ટસ હોસ્ટેલ ખાતે જૂનાગઢ ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, નડીયાદ, પોરબંદર, રાજકોટ સહિતના સ્થળેથી આવેલા કુલ 120 કલાકારો આ માટેનું રીહર્સલ કરી રહ્યા છે. કોરોના કાળમાં દોઢ વર્ષના લાંબા સમય બાદ પ્રથમ વખત ગુજરાતી રંગમંચ પર એકસાથે આટલા કલાકારો એકત્ર થશે. આથી કલાકારોમાં પણ ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળે છે.

મોટી નાટ્યપ્રસ્તુતિનો ભાગ બનવું એ સૌભાગ્ય છે
મેં બાળપણમાં કાકા ચાલે વાંકા સહિતની ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. અહીંની કૃતિમાં મારો સુત્રધારનો રોલ છે. આટલી મોટી નાટ્ય પ્રસ્તુતિનો ભાગ બનવું એ સૌભાગ્યની વાત છે. - માનિન ત્રિવેદી

સ્ટેટ લેવલનાં કાર્યક્રમોમાં કામ કરવાનો ચાર્મ જ અલગ હોય
હું ભાવનગરમાં એમકોમમાં ભણું છે. સાથે કલા પથ સંસ્થામાં રાજ્યકક્ષાએ નવરાત્રિ ગરબા સ્પર્ધાની વિજેતા ટીમી સભ્ય છું. રાજ્ય કક્ષાએ ભાગ લેવાનો એક ચાર્મ હોય છે. - ભાવિ અજવાળિયા

સ્વાતંત્ર સંગ્રામનાં સમય જેવું ઝનૂન ફરી પેદા કરવું છે
આઝાદીના જંગમાં ગુજરાતનાં પ્રદાનને જીવંત કરી નવી પેઢીમાં એવોજ દેશપ્રેમ અને ઝનૂન પ્રગટાવવાના હેતુ સાથે નિર્દેશન કર્યું છે. એમાંય દોઢ વર્ષે સ્ટેજ મળશે. - નિસર્ગ ત્રિવેદી

અકૂપારમાં ચારણની કન્યાની ભૂમિકા ભજવી હતી
મેં અકૂપાર નાટકમાં ચારણ કન્યાની ભૂમિકા ભજવી હતી. કોવિડ પછી કામ કરવાનો પહેલો અનુભવ છે. એટલે નાનામાં નાની બાબતમાં આપોઆપ ઉત્સાહ આવી જાય છે. - સૌમ્યા ઠાકર

કલાકારોને પાછા સ્ટેજ પર રમતા કરવા છે
હું જે. જી. કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસમાં પ્રોફેસર છું. કોરોના બાદ મોકો મળ્યો છે. કલાકારોને ફરી રમતા કરવા છે. આ કૃતિના બધા સીન કોઇને કોઇ મેસેજ આપે છે. - શિલ્પા ઠાકર

દેશભક્તિનું પાત્ર ભજવતી વખતે જુસ્સો આવી જાય
હું કલર્સ ગુજરાતી પર આવતી રાશિ રીક્ષાવાળી સીરિયલમાં પિન્ટુનું પાત્ર ભજવું છું. અહીં મારું પાત્ર ગરબડદાસ મુખીનું છે. દેશભક્તિના પાત્ર વખતે આપોઆપ જુસ્સો આવી જાય. - નિશીત વ્યાસ