સેવા:બહેનને ત્યાં દિકરીનો જન્મ થતા તબીબ ભાઇએ સિવીલમાં કોરોનાની 5,00,000 ની દવા આપી

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવીલ હોસ્પિટલમાં તબીબ તરીકેની ફરજ બજાવતા ડો. આકાશ કોરાટે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દર્દીઓની સારી સેવા કરી નામના મેળવી હતી. દરમિયાન બહેનને ત્યાં દિકરીનો જન્મ થતા ડો. આકાશ કોરાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવોના સૂત્રને સાર્થક કરવા નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર દિકરી(ભાણેજ)ના જન્મની ખુશાલીમાં કોરોનાની સારવારમાં ઉપયોગી થતી દવાનો 5,00,000નો જથ્થો સિવીલ હોસ્પિટલને આપ્યો હતો જેને સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે સ્વિકારી ડો. આકાશ કોરાટને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...