જૂનાગઢ અને રાજકોટ હાઇવે ઉપર વડાલ નજીક બનતા ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહ્યું છે.આટલા સમયગાળો થઈ ગયો હોવા છતાં અહિં બનાવેલ ધૂળીયું ડાઇવર્ઝન હજુ ધૂળીયું જ રહી જવા પામ્યું છે, ડામરથી મઢાયું નથી. ડ્રાઈવર્ઝન માર્ગ ઉપર ગયા વર્ષે જાન્યુઆરીમાં સૌપ્રથમવાર ડામર પટ્ટી પાથરવામાં આવી હતી.જોકે, કામગીરી જ એવી કરાઇ હતી કે જૂન મહિનો આવતા સુધીમાં વેર વિખેર થઈ ગયેલ છે. આ મામલે વાહન ચાલકો દ્વારા અનેક વખત શરૂઆતથી જ ડામર પટ્ટી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહિં તાજેતરમાં તો જૂનાગઢના નવા ચૂંટાયેલા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાએ પણ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી 48 કલાકમાં નિયમાનુસાર ડાયવર્ઝનને ડામરથી મઢવા જણાવ્યું હતું. છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી! આમ, વાહન ચાલકોથી લઇને ધારાસભ્ય સુધીના લોકોની રજૂઆતનો પણ હાઇવે ઓથોરિટી દ્વારા ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છેે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ઘોરનિંદ્રામાં પોઢેલું તંત્ર આખરે ક્યારે જાગશે અને રસ્તાનું કામ શરૂ કરશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.