તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાનું મોડું આગમન:18 જૂન 2020માં જિલ્લામાં 14.05 ટકા વરસાદ પડી ગયો તો, 2021માં 1.26 ટકા એ પણ એક જ દિવસમાં

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા ગત વર્ષ કરતા 15 દિવસ મેઘાનું મોડું આગમન
  • પ્રારંભે જ શહેરમાં 5.42 ટકા વરસાદ વરસ્યો

અંતે 18 જૂનનાં વરસાદનું આગમ થયું. આંકડા જોઇએ તો છેલ્લા 4 વર્ષથી જૂનનાં પ્રથમ 10 દિવસમાં જૂનાગઢ જિલ્લામાં વરસાદ થતો હોય છે. ગત વર્ષે પણ તેમ જ થયું હતું. પરંતુ ચાલુ વર્ષે વરસાદનું આગમન થોડુ મોડુ થયું છે. સત્તાવાર ચોમાસાનાં પ્રારંભ વરસાદ થયો છે. પરંતુ વર્ષ 2020માં જિલ્લામાં 18 જૂન સુધીમાં 14.05 ટકા વરસાદ વરસી ગયો હતો. ગત વર્ષે 3 જુનથી વરસાદ પડવાનું શરૂ થઇ ગયું હતું. તેની સરખામણીએ વરસાદ 15 દિવસ મોડો છે.

18 જૂન 2021 સુધીમાં જિલ્લામાં માત્ર 1.26 ટકા વરસાદ થયો છે,તે પણ માત્ર અેક જ દિવસનો વરસાદ છે. જિલ્લામાં માત્ર જૂનાગઢ શહેરમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં સિઝનનાં પ્રથમ વરસાદ 5.42 ટકા થયો છે,જોકે ગત વર્ષે 18 જૂન સુધીમાં જૂનાગઢ શહેરમાં 7. 22 ટકા વરસાદ હતો. ગત વર્ષે સૌથી વધુ વરસાદ માળિયા હાટિનામાં 10.18 ઇંચ વરસાદ થઇ ગયો હતો. સૌથી ઓછો વરસાદ જૂનાગઢ શહેરમાં 2.72 ઇંચ વરસાદ થયો હતો.

વરસાદ આધારિત ખેતી મોડી થશે
ગત વર્ષે વરસાદ વહેલો થયો હતો,જેના કારણે વરસાદ આધારીત ખેતી વહેલી થઇ ગઇ હતી. ખેડૂતોએ મગફળીનું વાવેતર કરી દીધુ હતું. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા વાવેતર મોડું થશે. માત્ર પાણીની વ્યવસ્થા છે તેવા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. બાકી અન્ય ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે. જિલ્લામાં જૂનાગઢ શહેરને બાદ કરતા અન્યત્ર માત્ર વરસાદી ઝાપટા પડ્યાં છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

વોંકળામાં દબાણ થતાં લોકોના ઘર સુધી પાણી આવ્યા
દરમિયાન વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, શહેરના અનેક વોકળા પર દબાણ કરી લેવામાં આવ્યા છે જેથી પાણી નિકાલ ન થઇ શકતા વરસાદી પાણી અનેક લોકોના ઘર સુઘી પહોંચી ગયું હતું. માત્ર 2 ઇંચ વરસાદમાં આ સ્થિતી છે તો વધારે વરસાદમાં શું થશે તેની તો કલ્પના જ કરવી રહી. દરમિયાન ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,જોષીપરાના ગોપાલનગર 1 સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના તળાવડા ભરાયા હતા તેમજ અનેક સ્થળે રસ્તાના ખાડામાં વાહનો પણ ખુંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...