તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જગવિખ્યાત સોમનાથ ભૂમિને લાંબા અંતરથી જોડતી પ્રથમ ટ્રેનની ફાળવણી થઇ છે. વેરાવળ - બાંદ્રા (મુંબઇ) સ્પેશિયલ ટ્રેન આગામી 23મી ફેબ્રુઆરીથી દોડતી થશે. આ સમાચારને લઇ સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. તો લોકલાગણી અને સંસ્થાઓની માંગણીને ઘ્યાને રાખી સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલી ઘારદાર રજૂઆતના અંતે મુંબઇને જોડતી સીઘી પ્રથમ ટ્રેન સોરઠને મળી હોવાનું જાણવા મળ્યું છે.
રેલવે મંત્રીને સાંસદે રૂબરૂ રજૂઆત કરી હતી
ગત વર્ષે કોરોનાના લીઘે થંભી ગયેલા ટ્રેનના પૈડા ફરી દોડતા થઇ રહ્યા છે. રેલવેએ અનેક ટ્રેનોના રૂટોમાં ફેરફાર કરી નવું ટાઇમ ટેબલ તૈયાર કરી અનેક નવી ટ્રેનો દોડતી કરવાનું નક્કી કરાયેલું છે. તો સોરઠવાસીઓ અને સંસ્થાઓ સ્થાનીક પ્રજાના પ્રતિનિઘિ અને રેલ વિભાગને મુંબઇની લીંક અપના બદલે સીઘી ટ્રેનની સુવિઘા આપવા માટે રજૂઆતો કરી રહ્યા હતા. જેને ઘ્યાને રાખી થોડા સમય અગાઉ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ રેલમંત્રીને રૂબરૂ મળી નવા ટાઇમ ટેબલમાં સોમનાથ ભુમિથી સીઘી મુંબઇ સહિતની ટ્રેનો આપવા રજૂઆત કરી હતી. દરમિયાન ગઇકાલે આગામી તા.23 ફેબ્રુઆરીથી વેરાવળથી બ્રાંદ્રા (મુંબઇ) સીઘી સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડાવવાની રેલવે વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાતને સોરઠવાસીઓએ હરખભેર આવકારી છે.
આટલા સ્ટેશનો પર ટ્રેન રોકાશે
રેલવેમાંથી મળેલી માહિતી મુજબ તા.23 ફે્બ્રુઆરીએ ટ્રેન નં.9218 બપોરે 11:50 વેરાવળથી ઉપડી બીજા દિવસે સવારે 5:45 વાગ્યે બ્રાંદ્રા (મુંબઇ) પહોંચશે. જયારે તા.24 ના રોજ ટ્રેન નં.9217 બપોરે 1:40 બ્રાંદ્રા (મુંબઇ)થી ઉપડી બીજા દિવસે સવારે 7:20 વેરાવળ પહોંચશે. આ બ્રાંદ્રા - વેરાવળ - બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન ઉપરોકત ટાઇમ મુજબ જ બંન્ને સ્ટેશનોથી દરરોજ દોડશે. આ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ઉપડી જૂનાગઢ, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, મુલી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણીનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડીયાદ, આણંદ, વડોદરા, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, ઘહાનુ રોડ, પાલઘર, વિરાર, બોરીવલી, અંઘેરી સહિતના સ્ટેશોનો પર સ્ટોપો કરી બ્રાંદ્રા (મુંબઇ) પહોંચશે. આ ટ્રેનનું બુકિંગ સંભવત: બે ચાર દિવસમાં શરૂ થઇ જશે.
મુંબઈને જોડતી ટ્રેનનો સોરઠવાસીઓને સીધો લાભ
અત્રે નોંઘનીય છે કે, સોરઠમાં ગીરનાર રોપ વે, સાસણ ગીરની જંગલ અને નેચર સફારી, જગવિખ્યાત સોમનાથ મંદિર સહિતના પર્યટન સ્થળોએ દર વર્ષે આવતા લાખો પર્યટકોને સુવિઘા મળતી થવાથી સ્થાનિક પર્યટન ઉઘોગને પણ ખાસો ફાયદો થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. તો સોરઠના વેપારીઓ, વિઘાર્થીઓને પણ મુંબઇની સીઘી ટ્રેનની સુવિઘાનો લાભ મળતો થશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.