તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:શહેરમાં નવા બનતા રોડ અને સોસાયટીના રોડ વચ્ચે તફાવત

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડમાં લેવલના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી

શહેરમાં નવા બનતા રોડ અને સોસાયટીના રોડ વચ્ચેના લેવલમાં અડધાથી લઇને 2.5 ઇંચનો તફાવત હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાવેશભાઇ કાતરીયાએ કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે.

પત્રમાં જણાવાયું છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડનું નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ રોડને મળતા સોસાયટીના રોડ અને મુખ્ય રોડ વચ્ચે અડધાથી લઇને 1 ફૂટ સુધીની ઉંચાઇનો તફાવત જોવા મળે છે. પરિણામે સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ કોર્પોરેશનના એન્જીનીયરોની વારંવારની ભૂલનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. જ્યારે જૂનાગઢ બાયપાસમાં ઝાંઝરડા ચોકડી ખાતે હયાત બાયપાસ 2.5 ઇંચની ઉંચાઇ વાળો છે. પરિણામે વાહન ચાલકો હેરાન થવા ઉપરાંત અકસ્માતનો પણ ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો