તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજા બહુ જીવ્યા:એશિયાટિક સિંહોની દુનિયાના વડીલ એવા 'ધીર' સિંહે ફાની દુનિયાને અલવિદા કહી

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
'ધીર' નામના સિંહે 22 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી વિદાય લીધી. ​​​​​​​ - Divya Bhaskar
'ધીર' નામના સિંહે 22 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી વિદાય લીધી. ​​​​​​​
  • સૌથી વૃદ્ધ 'ધીર' નામના સિંહે સક્કરબાગમાં છેલ્લો શ્વાસ લીધો
  • સિંહ સરેરાશ 15થી 16 વર્ષ જીવે છે, જ્યારે 'ધીર' નામનો સિંહ 22 વર્ષ દીર્ઘ આયુષ્ય જીવ્યો
  • થોડા સમય અગાઉ ધીરના ભાઈ 'વીર' નામના સિંહનું અવસાન થયું હતું

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એશિયાટિક સિંહ પ્રજાતિની દુર્લભ ઘટના સામે આવી છે, જેમાં ગીર જંગલમાં 22 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી ધીર નામના સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. સિંહ 22 વર્ષ જીવ્યો હોય એવું કદાચ પ્રથમ વખત બન્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સિંહનું આયુષ્‍ય સરેરાશ 8થી 10 વર્ષનું હોવાનું માનવામાં આવે છે. જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા સિંહનું આયુષ્‍ય સરેરાશ 15થી 17 વર્ષનું માનવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ અત્‍યારસુધી વધુમાં વધુ 17થી 20 વર્ષ સુધી જીવિત રહ્યા હોવાનો રેકોર્ડ હતો, જ્યારે ધીર નામનો સિંહ સૌથી વધુ 22 વર્ષ જીવ્યો હોવાની પ્રથમ ઘટના હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું હતું.

સક્કરબાગ ઝૂમાં ધીર અને વીર નામના બે સિંહ ભાઈઓને 2004ની સાલમાં રેસ્કયૂ કરીને લવાયા હતા
જંગલમાં મુક્ત રીતે વિહાર કરતા સિંહ અને દીપડોઓનું આયુષ્ય મોટા ભાગે દસથી બાર વર્ષનું હોય છે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા સિંહ અને દીપડાઓ 15થી 16 વર્ષનું આયુષ્ય ભોગવે છે, પરંતુ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ધીર અને વીર નામના બે સિંહ ભાઈઓને 2004ની સાલમાં રેસ્કયૂ કરી લાવવામાં આવ્યા હતા. એમાંથી વીર નામના સિંહનું થોડા સમય પહેલાં મોત થયું હતું, જ્યારે ધીર નામના સિંહે 22 વર્ષનુ દીર્ઘ આયુષ્ય ભોગવ્યા બાદ બે દિવસ પહેલાં અંતિમ શ્વાસ લીધા હતા.

વનરાજે બે દિવસ પહેલાં અંતિમ શ્વાસ લીધા.
વનરાજે બે દિવસ પહેલાં અંતિમ શ્વાસ લીધા.

સક્કરબાગ ઝૂના આર.એફ.ઓ. નીરવકુમાર મકવાણાના જણાવ્યા મુજબ, ધીર નામના સિંહને વૃદ્ધાવસ્થાને લીધે તેને વેટરિનરી તથા કીપર સ્ટાફના નિરીક્ષણમાં રાખવામાં આવ્યો હતો. સિંહો ઝૂમાં 15થી 16 વર્ષનું આયુષ્ય ભોગવે છે, પરંતુ ધીર નામના સિંહે 22 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી વિદાય લીધી છે. એશિયાટિક સિંહ પ્રજાતિની માટેની આ દુર્લભ ઘટના છે અને 22 વર્ષનું જીવન જીવ્યો હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે, એશિયાટિક સિંહની પ્રજાતિમાં ધીર સૌથી મોટી વયનો સિંહ હતો તેવું કહી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો