તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વિવેકાનંદ હાઇસ્કુલ બંધ કરવાનો નિર્ણય શરમજનક

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જૂનાગઢ વિરાસત ફાઉન્ડેશન મેદાને

જૂનાગઢની 100 વર્ષ જૂની વિવેકાનંદ હાઇસ્કૂલને બંધ કરવાના સરકારે કરેલા નિર્ણયને શરમ જનક ગણાવી આ મામલે સત્વરે યોગ્ય કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ છે. આ અંગે વિરાસત ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ હરીશભાઇ દેસાઇએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શાળા બંધ કરવા પાછળ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાનું બહાનું આગળ ધરાયું છે.

જ્યારે આપના પક્ષના સભ્યો આવી શાળા ધમધોકાર ચલાવે છેે અને અન્ડર ટેબલ ડોનેશન પણ લે છે. ત્યારે સરકાર ખાનગી શાળા સંચાલકોને ફાયદો થાય તે માટે મદદ કરી રહી છે. દરમિયાન જો સરકારને શાળા સંચાલન કરવાની ત્રેવડ ન હોય તો આ શાળાને ધીરૂભાઇ અંબાણી પરિવારે સોંપી દેવી જોઇએ. વિરાસત સાચવવાના બદલે સરકાર વિરાસત નષ્ટ થાય તેવા પ્રયાસો કરી રહ્યી છે જે દુ:ખદ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો