નદીમાંથી લાશ મળી:વંથલી નજીક પસાર થતી ઓઝત નદીના પુલ નીચેથી 60 વર્ષીય પુરુષની લાશ મળી આવી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર નજીક થી પસાર થતી ઓઝત નદીના પુલ નીચે એક અજાણ્યા પુરૂષની લાશ મલાઈ હતી.બપોરના સમયે રસ્તા પરથી જ્યારે લોકોની અવર-જવર હોય છે ત્યારે કોઈ રાહદારીનું નજર તરતી લાશ પર પડી હતી. રાહદારીને આ દ્રશ્ય સામે આવતા તેના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.ઓઝત નદી માંથી લાશ મળી હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા સ્થાનિક લોકો દોડી ગયા હતા.બાદમાં પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી.

પોલીસ દ્વારા તપાસ કરતા લાશ જૂનાગઢ ના રહેવાસી 60 વર્ષીય યોગેશભાઈ મહેતાની હોવાનું માલુમ પડયું હતું.અને બાદમાં મૃતક યોગેશભાઈ મહેતાના પરિવારજનોને જાણ કરી લાશને પી.એમ માટે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસ દ્વારા લાશનો કબજો લઈ પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...